સંકટના સમયમાં પણ ખોટો પ્રચાર કરી રહી છે કોંગ્રેસ, પીયુષ ગોયલે સાધ્યુ નિશાન
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતના પ્રયાસોની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા એક મુશ્કેલ કામ હતું.
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે અનેક ભારતીયો યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયા હતા. તમામ ભારતીયોની વાપસી માટે સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું. હવે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં ભારતના પ્રયાસોની વિગત આપી છે. તેમણે કહ્યું કે, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવા સરળ નહોતા. પીએમ મોદીના અથાક પ્રયાસો બાદ આ મુશ્કેલ કાર્યને સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
3 સપ્તાહમાં ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી પરત લાવવા ગર્વની વાત
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યુ કે, 20,000 થી વધુ ભારતના નાગરિક, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા, જે યુક્રેનમાં ફસાયેલા હતા. આ તમામ લોકોને સુરક્ષિત ત્રણ સપ્તાહમાં ભારત પરત લાવવા આપણા બધા માટે ગર્વની વાત છે. પીયુષ ગોયલે કહ્યુ કે, આજે દેશમાં વિશ્વાસ છે કે કોઈપણ સંકટના સમયમાં ભારત સરકાર અને ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી અમને સંકટમાંથી બહાર કાઢશે.
Jammu Kashmir Blast: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ, 1નું મોત, 13ને ઈજા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube