Story of Indian Flag in Ukraine : યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને ત્યાંથી સલામત કાઢવા તે ભારત સરકારને સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રશિયાના હુમલામાં યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. આ બાજુ ઓપરેશન ગંગા હેઠળ સતત યુક્રેનના પડોશી દેશોથી ભારતીયોને લઈ વિમાનો દિલ્હી, મુંબઈ પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે આખી દુનિયાએ ભારતના તિરંગાનું મહત્વ પણ જોયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુચારેસ્ટ: યુક્રેનમાં રશિયાની સેના બોમ્બમારો કરી રહી છે. જીવ  બચાવવાની જદ્દો જહેમત ચાલી રહી છે. આવામાં મુશ્કેલ સમયે ભારતના તિરંગાએ માત્ર ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે જ નહીં પરંતુ પાકિસ્તાનના અને તુર્કીના વિદ્યાર્થીઓના પણ જીવ બચાવ્યા. વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત દેશમાથી તિરંગાના સહારે બહાર નીકળવામાં સફળ રહ્યા. યુક્રેનથી રોમાનિયાના બુચારેસ્ટ શહેર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓએ જે કહ્યું તે દરેક ભારતીય માટે ગર્વ કરવા જેવી બાબત છે. ભારતીય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તિરંગાએ અનેક ચેક પોઈન્ટ સુરક્ષિત રીતે પાર કરવામાં મદદ કરી તથા તેના લીધે કેટલાક પાકિસ્તાની અને તુર્કિશ વિદ્યાર્થીઓ પણ સરળતાથી નીકળી શક્યા. 


યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સલામત સ્વદેશ લાવવા માટે ભારત સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આવામાં યુક્રેનથી રોમાનિયા પહોંચેલા આ વિદ્યાર્થીઓને વિશેષ વિમાનોથી ભારત લાવવામાં આવી રહ્યા છે. એર ઈન્ડિયા, ઈન્ડિયોની ઉડાણો સતત યુક્રેનના પડોશી દેશોમાં પહોંચી રહી છે. 


બજારથી સ્પ્રે પેઈન્ટ ખરીદ્યો અને પડદો ખરીદ્યો
દક્ષિણ યુક્રેનના ઓડિસાથી આવેલા એક મેડિકલ સ્ટુડન્ટે જણાવ્યું કે યુક્રેનમાં અમને જણાવવામાં આવ્યું કે ભારતીય હોવા અને ભારતીય ઝંડો લીધો હોવાના કારણે તેમને કોઈ સમસ્યા નહીં થાય. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેવી રીતે તેમણે ભારતીય ઝંડો તૈયાર કરવા માટે બજારમાંથી સ્પ્રે ખરીદ્યું. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે હું બજાર તરફ ભાગ્યો. કેટલાક સ્પ્રે કલર ખરીદ્યા અને એક પડદો લઈ આવ્યો. મે પડદાના અનેક ભાગ કરી  લીધા અને પછી સ્પ્રે કલરની મદદથી ભારતનો તિરંગો ઝંડો બનાવ્યો. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube