• ભારત હવે એવા દેશોમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જે મહામારીના જંગમાં પાછળ છૂટી રહ્યા હતા

  • વોલ સ્ટ્રીટ જનરલના પત્રકાર એરિક બેલમને ટ્વીટમાં કહ્યું કે, વેક્સીન ડિપ્લોમસીની રેસમાં ભારતે સૌને ચોંકાવી દીધા. વૈશ્વિક લીડર બનીને ઉભર્યું 


ઝી મીડિયા/બ્યૂરો :ભારતની વેક્સીન ડિપ્લોમસી (Vaccine Diplomacy) ની આખી દુનિયા દિવાની બની ગઈ છે. જે રીતે ભારતે મુશ્કેલ સમયમાં બીજા દેશોનો સાથ આપ્યો છે, તેનાથી સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ ખુશ છે. નવી દિલ્હી યુએન ચીફ પણ એ ચિંતાને દૂર કરવામાં લાગ્યા છે, જેમાં તમામ દેશોના સમાન રૂપથી વેક્સીન ઉપલબ્ધ કરાવવા પર જોર આપતા કહ્યું હતું કે, તેઓ માત્ર 15 દેશોમાં 70 ટકા વેક્સીન (Vaccine) નો જ ઉપયોગ કરી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને હવે ભારત પાડોશી દેશોને વેક્સીન ઉપલબ્ધ કરાવ્યા બાદ કેરેબિયન દેશો તરફ વળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મફત અપાશે વેક્સીન
ભારત હવે એવા દેશોમાં કોરોના વેક્સીન (Corona Vaccine) ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જે મહામારીના જંગમાં પાછળ છૂટી રહ્યા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેટિન અમેરિકા, કેરેબિયન દેશો અને આફ્રિકા ટાપુ (Latin America, Caribbean, Africa) ના કુલ 49 દેશોમાં વેક્સીન સપ્લાય કરવાની યોજના બનાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે, આ વેક્સીન ગરીબ દેશોમાં મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વેક્સીન ડિપ્લોમસી અંતર્ગત ભારતે અત્યાર સુધી દુનિયામાં વેક્સીનના 22.9 મિલિયન રસી આપી છે, જમાંથી 64 લાખથી વધુ ગરીબ દેશોમાં ગિફ્ટ તરીકે વહેંચી છે. 


UN ને પણ કર્યો વાયદો
ભારત બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશોમાં પહેલેથી જ વેક્સીન ઉપલબ્ધ કરાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે ડોમિનિયન રિપબ્લિકન કોરોનાના 30 હજાર ટીકા આપ્યા છએ. આ રીતે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ભારતે બારબાડોસને 10 હજાર ટીકા આપ્યા હતા. તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માટે ભારતે બે લાખથી વધુ વેક્સીન આપવાનો વાયદો કર્યો છે. આ જ કારણ છે કે, સમગ્ર દુનિયા ભારતની વેક્સીન ડિપ્લોસમીની દિવાની બની ગઈ છે.


વિદેશી મીડિયામાં ભારતના વખાણ
દુનિયાના અનેક દેશો ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ભારતની Vaccine Diplomacy ની ચર્ચા થઈ રહી છે. વોલ સ્ટ્રીટ જનરલના પત્રકાર એરિક બેલમને પોતાની ટ્વીટમાં કહ્યું કે, વેક્સીન ડિપ્લોમસીની રેસમાં ભારતે સૌને ચોંકાવી દીધા છે. તેમજ વૈશ્વિક લીડર બનીને ઉભર્યું છે. તેમણે આગળ લખ્યું કે, ભારત પોતાના નાગરિકો માટે નક્કી કરવામાં આવેલ વેક્સીનની સંખ્યાની સરખામણીમાં ત્રણ ગણા વધુ ટીકા દુનિયાભરના દેશોને આપી રહ્યું છે. એટલુ જ નહિ હજી પણ આપી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું કે, ભારતની વેક્સીન ડિપ્લોમસીએ ચીનને કાઉન્ટર કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાના રિપોર્ટમાં ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે, ભારત બેમિલાસ વેક્સીન નિર્માતા દેશ છે. જે પોતાના પાડોશી અને ગરીબ દેશોને કરોડો વેક્સીન ઉપલબ્ધ કરાવી રહ્યું છે.