Anju In Pakistan: ફેસબુક પર મિત્રતા થઈ તો યુવકને મળવા પાકિસ્તાન પહોંચી ભારતીય યુવતી, જાણો શું છે ઘટના
Anju-Nasrullah Story: એક તરફ પાકિસ્તાનની સીમા ભારતમાં છે તો બીજીતરફ ભારતની અંજૂ પાકિસ્તાનમાં છે. બંને પ્રેમને કારણે પોત-પોતાના દેશ છોડીને પાડોશી દેશમાં પહોંચી છે.
નવી દિલ્હીઃ Indian Woman In Pakistan: પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ખુબ ચર્ચામાં છે. તો ભારતથી પાકિસ્તાન પહોંચેલી એક યુવતીની તુલના સીમા હૈદર સાથે કરવામાં આવી રહી છે. અંજૂ નામની ભારતીય યુવતી ફેસબુક પ્રેમી નસરૂલ્લાહને મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પહોંચી છે. સામે આવ્યું છે કે ભારતીય અંજૂ પણ પરીણિત છે. પરંતુ તેનો પાકિસ્તાન યુવક સાથે લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી.
પરંતુ અંજૂએ સીમા હૈદરના મુદ્દા પહેલા પાકિસ્તાન જવા માટે અરજી કરી હતી અને તે કાયદાકીય રીતે ત્યાં પહોંચી છે. અંજૂએ પાકિસ્તાન જવા માટે 21 જૂને અરજી કરી હતી. જે વ્યક્તિને મળવા માટે તે પાક પહોંચી છે તે પહેલા એક સ્કૂલ શિક્ષક હતો અને વર્તમાનમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવના રૂપમાં કામ કરે છે.
આ પણ વાંચોઃ દુનિયાના આ દેશોમાં લાંબુ જીવે છે લોકો, જાણો ભારતમાં કેટલી છે સરેરાશ ઉંમર
ફેસબુકથી થઈ હતી મિત્રતા
બંને સોશિયલ મીડિયા પર મળ્યા હતા અને ધીમે-ધીમે એકબીજાને પ્રેમ થઈ ગયો. 35 વર્ષીય અંજૂની 29 વર્ષીય નસરૂલ્લાહ સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી. પાક સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે બંનેની દોસ્તીની તપાસ ચાલી રહી છે.
સીમા-અંજૂની કહાનીમાં આ વાતો સમાન
સીમા અને અંજૂની કહાનીમાં કેટલીક વાતો એક જેવી છે. બંને પ્રેમના ચક્કરમાં પોતાના દેશની બહાર નિકળી છે. બંને પૂછપરછનો સામનો કરી રહી છે. બંનેને ઓનલાઇન પ્રેમ થયો હતો. સીમાની શરૂઆત પબજી તો અંજૂની શરૂઆત ફેસબુક દ્વારા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube