Tamil Nadu youth joins Ukraine forces to fight Russia​: યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. આ દરમિયાન આજે કિવમાં રશિયાના યુદ્ધવિરામનો બીજો દિવસ છે. આ દરમિયાન વધુને વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ અપડેટ વચ્ચે તમિલનાડુનો 21 વર્ષનો યુવક રશિયા સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો છે. જોકે આ વિદ્યાર્થીએ ભારતીય સેનામાં જોડાવા માટે અરજી કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. કેન્દ્ર સરકારના ગુપ્તચર અહેવાલો અનુસાર, તમિલનાડુના કોઈમ્બતુરના આ યુવકનું નામ સૈનિકેશ રવિચંદ્રન છે. જે થુદલીયુરનો રહેવાસી છે. તે યુક્રેનની ખારકીવ નેશનલ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે લીધો નિર્ણય
તમિલનાડુ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓના એક ગ્રુપે થોડા દિવસો પહેલા સૈનિકેશના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેના વિશે વધુ માહિતી એકઠી કરી હતી કે તે શા માટે યુક્રેનિયન આર્મીમાં જોડાયો હતો?


પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેના માતા-પિતાએ ગુપ્તચર અધિકારીઓને જાણ કરી હતી કે તેને સૈન્ય અને સશસ્ત્ર તાલીમનો શોખ હતો અને તેણે તેનો રૂમ ભારતીય સેના અને અધિકારીઓના ફોટોગ્રાફ્સથી ભરી દીધો હતો.

કેવી રીતે થયો આ ચમત્કાર, માતાના ગર્ભમાંથી મૃત જન્મ્યું બાળક, થોડીવારમાં થયું જિવિત


યુએસ એમ્બેસીમાં કરી હતી પૂછપરછ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકેશે અમેરિકી સેનામાં જોડાવા માટે ચેન્નાઈમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસમાં પૂછપરછ કરી હતી, પરંતુ તે શક્ય ન હોવાથી તે ઘરે પરત ફર્યો હતો. જો કે, પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે તેનો પાંચ વર્ષનો એરોસ્પેસ એન્જિનિયરિંગ કોર્સ કરી રહ્યો હતો અને તેણે તેના માતા-પિતાને કહ્યું હતું કે યુદ્ધ ફાટી નીકળ્યાના થોડા દિવસો પહેલા તેને એક વીડિયો ગેમ કંપનીમાં નોકરી મળી હતી.


જો કે, પરિવારને ખબર પડી કે ગુપ્તચર અધિકારીઓ તેને મળ્યા પછી જ તે યુક્રેનની સેનામાં જોડાયો હતો. તેમના પિતા રવિચંદ્રને કહ્યું કે તેઓ ખૂબ જ નારાજ છે અને તેમણે ભારત સરકારને તેમના પુત્રને પરત લાવવા વિનંતી કરી છે. એજન્સીઓ અનુસાર, તેણે થોડા દિવસો પહેલા જ તેના ઘરનો સંપર્ક કર્યો હતો, તે સુરક્ષિત છે. તમિલનાડુનો એક 21 વર્ષનો યુવક સ્વયંસેવકોવાળી જ્યોર્જિયન નેશનલ આર્મી અર્ધલશ્કરી યૂનિટ માટે લડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube