અફઘાનિસ્તાનથી 87 ભારતીયોની સ્વદેશ વાપસી, એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા
અફઘાનિસ્તાનમાં ફસાયેલા 87 ભારતીયો દિલ્હી એરપોર્ટ પહોંચી ચુક્યા છે. આ બધા લોકોને એર ઈન્ડિયાની ફ્લાઇટથી ભારત લાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. તેવામાં ભારત સરકારે અફઘાનિસ્તાનથી પોતાના પોતાના નાગરિકોને કાઢવા માટે અભિયાન તેજ કરી દીધુ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા 87 ભારતીયોને સ્વદેશ વાપસી થઈ છે. આ બધા 87 લોકોને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે.
આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરી જણાવ્યુ, 'અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયાનું વિમાન તાઝિકિસ્તાનથી 87 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી રહ્યું છે. તેમાં બે નેપાળી નાગરિક પણ સામેલ છે.'
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ- દુશાંબે તાઝિકિસ્તાનમાં આપણા દૂતાવાસ દ્વારા ભારતીયોને વતન પરત લાવવામાં ખુબ મદદ મળી રહી છે. ત્યાં ફસાયેલા લોકોની સ્વદેશ વાપસી માટે વધુ વિમાનોને કામે લગાવવામાં આવશે.
23 ઓગસ્ટે અલીગઢમાં ગંગા કિનારે થશે કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર, UPમાં ત્રણ દિવસનો રાજકીય શોક
આ મામલો સામે આવ્યા બાદ તાલિબાનીઓએ પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા કરી અને દાવો કર્યો કે બધા ભારતીયોને બીજા ગેટથી એરપોર્ટની અંદર લઈ જવામાં આવ્યા છે. તાલિબાનીઓએ દાવો કર્યો હતો કે કોઈપણ ભારતીય નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube