ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, દૂતાવાસે કહ્યું ગાડી ન મળે તો ચાલતી પકડો
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ ભારે ગોળીબારી વચ્ચે `તમારી સલામતી` માટે તરત જ શહેર છોડી દેવું જોઈએ.
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ ભારે ગોળીબારી વચ્ચે "તમારી સલામતી" માટે તરત જ શહેર છોડી દેવું જોઈએ.
દરેકને રાત સુધીમાં શહેર છોડી દેવાની આપી સૂચના
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકીવમાં ભારતીય નાગરિકોને તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઈઝરી કહેવામાં આવ્યું છે કે ખારકીવને તરત જ છોડી દેવું જોઈએ, પિસોચિન, બેઝલુડોવકા અને બાબે માટે શક્ય તેટલી વહેલી તકે આગળ વધવું જોઈએ. એટલે કે ભારતીય સમયાનુસાર તમામ ભારતીયોને આજે રાત્રે 9:30 કલાક સુધી શહેર છોડવા મઍટે કહેવામાં આવ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube