દેશનો 42 ટકા ભાગ દુષ્કાળથી અસરગ્રસ્ત, સ્થિતિ અત્યંત ચિંતાજનક
દુષ્કાળ સુચકાંક ગયા વર્ષની સરખામણીએ વધુ ખરાબ થયો છે, 28 મે, 2018ના રોજ દેશનો 36.44 ટકા વિસ્તાર દુષ્કાળની અસરમાં આવેલો હતો
નવી દિલ્હીઃ ભારતનો લગભગ 42 ટકા વિસ્તાર 'અસામાન્ય રૂપથી દુષ્કાળગ્રસ્ત' થયો છે, જે ગયા વર્ષની સરખામણીએ 6% કરતા વધુ છે. દુષ્કાળ પહેલા ચેતવણી પ્રણાલી(DEWS) આ માહિતી આપી છે. દુષ્કાળ પર નજર રાખનારી સંસ્થા DEWS દ્વારા 28 મે, 2019ના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશનો 42.61 ટકા વિસ્તાર દુષ્કાળ પ્રભાવિત થઈ ગયો છે, જે એક અઠવાડિયા પહેલા (21 મે)ના રોજ 41.18 ટકા હતો.
આ વધારો 28 એપ્રિલના અપડેટથી 0.45% છે. 28 એપ્રિલના રોજ દેશમાં દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર 41.16% હતો. આ સ્થિતિ 27 ફેબ્રુઆરીથી ઘણી સારી હતી, જ્યારે 41.30% વિસ્તાર અસામાન્ય રીતે દુષ્કાળગ્રસ્ત હતો.
દુષ્કાળ સુચકાંક ગયા વર્ષની સરખામણીએ ઘણી જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. ગયા વર્ષે 28 મે, 2018ના રોજ દેશનો 36.47 ટકા વિસ્તાર જ અસામાન્ય રીતે દુષ્કાળની ઝપટમાં હતો. એટલે કે, દેશમાં 'ગંભીર પ્રકારના દુષ્કાળ'ની શ્રેણીના વિસ્તારમાં વધારો થયો છે. એક અઠવાડિયા અગાઉ જે 15.39 ટકા હતો, જે 28મેના રોજ 16.18 ટકા હતો.
"દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીના સ્તરમાં થયો ઘટાડો": કેન્દ્રીય જળ આયોગ
દેશમાં દુષ્કાળથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા તાજેતરમાં જે નવા આંકડા આપવામાં આવ્યા છે, તેના અનુસાર દેશના મુખ્ય 91 જળાશયોમાં પાણીનો સંગ્રહ 31.65 BCM છે, જે તેમની કુલ ક્ષમતાના માત્ર 20 ટકા છે.
આ વર્ષે પણ સામાન્ય વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે પોતાના બીજા અનુમાનમાં જણાવ્યું છે કે, આ વર્ષે પણ દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. ઉત્તરપશ્ચિમ ભારત અને પૂર્વોત્તર ભારતમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર દેશમાં આ વર્ષે સરેરાશ 96 ટકા વરસાદની સંભાવના છે. એટલે, દેશમાં આ વર્ષે પણ પાણીની સમસ્યા યથાવત રહે તેવી સંભાવના છે.
જૂઓ LIVE TV...