Indian Railways: ભારતીય રેલવેના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેન દુર્ઘટના, આંખના પલકારામાં 800 લોકોના મોત
ભારતમાં દર વર્ષે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જાય છે. જો કે, કેટલાક વર્ષોથી રેલ અકસ્માતોમાં ઘટાડો થયો છે અને મૃત્યુના આંકડા પણ ઘટ્યા છે. આપને જણાવી દઈએ કે ટ્રેન દુર્ઘટના માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાં ટેક્નિકલ ખામી, માણસોની ભૂલ, બેદરકારી, ખરાબ હવામાન વગેરે છે.
India's Biggest Rail Accident: ભારતમાં દર વર્ષે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જાય છે. જો કે, કેટલાક વર્ષોથી રેલ અકસ્માતોમાં ઘટાડો થયો છે અને મૃત્યુના આંકડા પણ ઘટ્યા છે. આપને જણાવી દઈએ કે ટ્રેન દુર્ઘટના માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાં ટેક્નિકલ ખામી, માણસોની ભૂલ, બેદરકારી, ખરાબ હવામાન વગેરે છે. સરકારી આંકડાઓ અનુસાર, ભારતીય રેલવેના ઈતિહાસમાં 166 વર્ષ પછી, 2019 એવું વર્ષ હતું જ્યારે એક પણ વ્યક્તિએ ટ્રેન અકસ્માતમાં જીવ નથી ગુમાવ્યો. પરંતુ, ફરી એકવાર આવી ટ્રેન દુર્ઘટના દેશમાં પણ બની, જેણે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું.
આ છે સંપૂર્ણ ઘટનાક્રમ
ચોમાસા દરમિયાન સાંજનો સમય હતો અને 6 જૂન 1981નો દિવસ હતો. ટ્રેન નંબર 416dn પેસેન્જર ટ્રેન 9 બોગી મુસાફરોથી ભરેલી માનસીથી સહરસા જઈ રહી હતી. ટ્રેન બદલા ઘાટ અને ધમારા ઘાટ સ્ટેશન વચ્ચે બાગમતી નદી પર બનેલા પુલ નંબર-51 પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ અકસ્માત થયો. ટ્રેનના છેલ્લા 7 ડબ્બા નદીમાં પડ્યા. વરસાદના કારણે નદીનું જળસ્તર ઉંચુ હતું. માત્ર આંખના પલકારામાં ટ્રેન નદીમાં ડૂબી ગઈ. ટ્રેનના 7 કોચના મુસાફરોને બચાવવા માટે ત્યાં હાજર કોઈ નહોતું. નજીકના લોકો નદી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં અનેક લોકો ડૂબીને મરી ગયા હતા.
મોદી કરતાં વિદેશ પ્રવાસમાં આ નેતા છે મોખરે, સરકારે ખર્ચનો કર્યો ખુલાસો
આખી દુનિયામાં વાગ્યો ભારતના PM નરેન્દ્ર મોદીનો ડંકો, ભલભલા નેતાઓને પાછળ છોડ્યા
ટ્રેનથી અથડાઈને અનેક પશુઓના મૃત્યુ, હવે રેલવેએ શોધી કાઢ્યો અકસ્માત ન થાય તેવો રસ્તો
ભારતનો સૌથી મોટો રેલવે અકસ્માત
આ દુર્ઘટનાને ભારતની સૌથી મોટી અને વિશ્વની બીજી સૌથી મોટી રેલ દુર્ઘટના માનવામાં આવે છે. અકસ્માત પછી ઘણા દિવસો સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. ડાઇવર્સે 5 દિવસની મહેનત પછી નદીમાંથી 200થી વધુ મૃતદેહ બહાર કાઢ્યા. સરકારી આંકડાઓ અનુસાર આ દુર્ઘટનામાં લગભગ 300 મુસાફરોનું મૃત્યુ નિપજ્યું. જ્યારે આસપાસના લોકોનું કહેવું છે કે આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 800 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
અકસ્માત માટે કેટલાક કારણો જવાબદાર
6 જૂન, 1981ના રોજ થયેલા અકસ્માત માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. કેટલાક કહે છે કે જોરદાર વાવાઝોડાના કારણે ટ્રેન નદીમાં પડી. જ્યારે અન્ય લોકો કહે છે કે નદીમાં અચાનક પૂરના કારણે ટ્રેન પડી ગઈ. આ સિવાય કેટલાક લોકો એવું પણ જણાવે છે કે બ્રિજ પર આવેલી ગાયને બચાવવા માટે લોકો પાયલટે શાર્પ બ્રેક મારી. જેના કારણે ટ્રેનના છેલ્લા 7 ડબ્બા પલટી ગયા અને પુલ તોડીને નદીમાં પડી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube