Corona Update: ડરાવી રહ્યો છે મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. કેસ ઘટી રહ્યા છે તે રાહત આપે છે પરંતુ સામે મોતનો આંકડો સતત વધી રહ્યો છે જે ચિંતાનું કારણ બની ગયો છે.
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. કેસ ઘટી રહ્યા છે તે રાહત આપે છે પરંતુ સામે મોતનો આંકડો સતત વધી રહ્યો છે જે ચિંતાનું કારણ બની ગયો છે.
2 લાખથી ઓછા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. નવા 1,67,059 દર્દીઓ નોંધાયા છે. હાલ દેશમાં 17,43,059 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,54,076 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં હાલ ડેઈલી પોઝિટિવિટી દર 11.69% થયો છે.
મોતનો આંકડો ચિંતાજનક
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1192 લોકોના મોત થયા છે. એક બાજુ જ્યાં નવા કેસ સતત ઘટી રહ્યા છે ત્યાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જે ચિંતાનું કારણ બન્યો છે. ગઈ કાલે 959 લોકોના મોત નોંધાયા હતા. જ્યારે રવિવારે 893, અને શનિવારે 871 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube