નવી દિલ્હીઃ Corona Vaccination: દેશમાં આજે એક દિવસમાં એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આવુ પાંચમી વખત બન્યું છે જ્યારે દેશમાં એક દિવસમાં પાંચ કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પ્રમાણે દેશમાં વેક્સીનેશનનો આંકડો 86 કરોડને પાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરતા કહ્યુ, 'દેશને શુભેચ્છા, અમે વધુ એક કરોડ કોરોના વેક્સિનના ડોઝ લગાવ્યા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના પર પ્રહાર કર્યો. 5મી વખત એક કરોડથી વધુ ડોઝ આપવાનો રેકોર્ડ હાસિલ કર્યો.'


CM યોદીએ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જિતિન પ્રસાદને મળી આ જવાબદારી


આંકડા અનુસાર છેલ્લા 92 દિવસથી એક દિવસમાં કોરોનાના 50 હજારથી નવા કેસ સામે આવી રહ્યાં છે. દૈનિક સંક્રમણ દર 2.24 ટકા છે, જે છેલ્લા 28 દિવસથી ત્રણ ટકાથી ઓછો છે. તો સાપ્તાહિક સંક્રમણ દર 1.94 ટકા છે, જે છેલ્લા 94 દિવસથી ઓછો છે. અત્યાર સુધી કુલ 3,29,31,972 લોકો સાજા થઈ ચુક્યા છે અને કોરોનાથી દેશમાં મૃત્યુદર 1.33 ટકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube