2018માં ચીનને ચીત કરી દેશે ભારત, આવી રીતે બનાવશે ઇતિહાસ
સૈંક્ટમ વેલ્થ મેનેજમેન્ટના એક રિપોર્ટમાં કહેવામાં આ્વ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થામાં જબરદસ્ત તેજી આવશે
નવી દિલ્હી : 2018માં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા બની જશે. આ મામલામાં ભારત હરીફ દેશ ચીનને પણ પાછળ મૂકી દેશે. સૈંક્ટમ વેલ્થ મેનેજમેન્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018માં ભારત કટ્ટર હરીફ ચીનને ચીત કરી દેશે. ભારતની અર્થવ્યવસ્થામાં તેજી આવશે જ્યારે ચીનની અર્થવ્યવસ્થામાં મંદી. આ સિવાય 2018માં ભારત ઇક્વિટી માર્કેટમાં પણ દુનિયામાં 5માં નંબરનું માર્કેટ બની જશે. જો આવું થશે કે તરત ભારત એક નવો ઇતિહાસ બનાવી દેશે.
7.5 ટકા હશે જીડીપી
રિપોર્ટ પ્રમાણે હાલના તબક્કે જ્યારે અમેરિકા સહિત દુનિયાના તમામ વિકસિત દેશોનો જીડીપી દર 2થી 3 ટકા વચ્ચે છે ત્યારે ભારત 7.5 જીડીપી દરથી વિકાસ કરશે. ભારતીય અર્થવ્યવસ્થામાં આવેલી તેજી ચીનના જીડીપી દરથી પણ વધારે હશે. નોંધનીય છે કે ચીનના જીડીપી દરમાં હાલમાં ઘટાડો નોંધાયો છે.
5.5 હશે ચીનનો જીડીપી દર
રેટિંગ એજન્સી ફિચે હાલમાં જ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે આગામી 5 વર્ષોમાં ચીનની જીડીપી 5.5 ટકા રહેશે જ્યારે ભારતનો જીડીપી વિકાસ દર 6.7 રહેશે. ફિચના દાવા પ્રમાણે આખી દુનિયામાં હાલમાં સૌથી વધારે યુવા જનસંખ્યા ભારતમાં છે. યુવા આબાદીના કારણે જ ભારત આવતા પાંચ વર્ષમાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની જશે.