સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ભારત 4 લાખ કેસ સાથે દુનિયામાં ચોથા નંબર પર આવી ગયું છે. આ વચ્ચે દેશ માટે સારા સમાચાર એ છે કે દેશની વિદેશી મુદ્રા ભંડાર 500 અરબ ડોલરને પાર થઇ ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશી મુદ્રા ભંડારમાં ભારત હવે દુનિયામાં ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશની વિદેશી મુદ્રા ભંડાર ઈતિહાસમાં પહેલી વાર 500 અરબ ડોલરને પાર થયું છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, 5 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી ભંડાર 8.22 અરબ ડોલર વધ્યું છે અને 501.70 અરબ ડોલર સુધી પહોંચ્યું છે. આ પહેલા 29 માર્ચે પૂર્ણ થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રામાં 3.44 અરબ ડોલરનો વધારો જોવા મળ્યો છે. જે 493.48 અરબ ડોલર હતું. 


મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ મામલે પોતાનો મત વ્યકત કરતા કહ્યુ કે આ સારા સમાચાર છે આ નાણાનો ઉપયોગ હાલ દેશની અર્થવ્યવસ્થા સુધારવામાં કરી શકાય છે. આશરે 30 વર્ષ પહેલા ભારતની વિદેશી મુદ્રા શૂન્ય હતી. ત્યારે આપણે વસ્તુ આયાત કરવામાં સોનું ગિરવે મુકવુ પડતુ હતું. હવે આપણે વિદેશી મુદ્રાની યાદીમાં વિશ્વભરમાં ત્રીજા નંબરે છીએ. ભારત રશિયા અને દક્ષિણ કોરિયાને પાછળ મુકીને આગળ નિકળી ગયું છે. જાપાન, ચીન બાદ ભારતનો નંબર છે. હાલની મુદ્રા આપણા દેશમાં આગામી 17 મહિના સુધી આયત કરી શકાય તેટલો ભંડાર છે. જે હાલના સમયમાં દેશને આર્થિક ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.