નવી દિલ્હી: ભારતમાં આમ તો એવી ઘણી જગ્યા છે જે ભૂતિયા કે ડરામણી માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભૂત  (Ghost) જેવી કોઈ વસ્તુ નથી. પરંતુ આમ છતાં દેશમાં આજે પણ લાખો લોકો છે જેમનું માનવું છે કે ભૂત કે પ્રેત આ દુનિયામાં હોય છે. અનેક લોકોએ તો ભૂત જોયું હોવાનો દાવો પણ કર્યો છે. આ રેફરન્સમાં આજે  અમે તમને કેટલાક એવા રેલવે સ્ટેશનો વિશે જણાવીએ છીએ કે જેની ગણતરી ડરામણા સ્ટેશનોમાં થાય છે. આ રિપોર્ટ  લોકો દ્વારા થતા દાવા અને પ્રચલિત માન્યતાઓના આધારે તૈયાર કરાયો છે. આ રેલવે સ્ટેશનો અંગે લોકો દાવા કરી ચૂક્યા છે કે તેમણે ત્યાં ભૂત જોયું છે કે પછી અજીબ પેરાનોર્મલ એક્ટિવિટી મહેસૂસ કરી છે. સ્પષ્ટ છે કે આ વાતોના કારણે આ સ્ટેશનો પર સાંજ થતા જ સન્નાટો પ્રસરી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેંકડો અજાણી કહાનીઓ
ભારતીય રેલવે દુનિયાનીા સૌથી વિશાળ નેટવર્કમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે. દેશમાં રેલવે સંલગ્ન સેંકડો અજાણી કહાની અને અજાણ્યા અનુભવો વૃદ્ધો કે રેલવેથી રિટાયર થયેલા લોકો પાસે છે. આજે દેશના એવા જ કેટલાક રેલવે સ્ટેશનોનો ઉલ્લેખ કરીશું. આ કડીમાં અમે તમને એવા રેલવે સ્ટેશનો વિશે જણવીશું  જેના વિશે તમને ભાગ્ય જ ખબર હશે. જો કે અહીં અમે તમને સ્પષ્ટ જણાવીએ છીએ કે ઝી મીડિયા આવી કોઈ જ ભૂતિયા કે અંધવિશ્વાસનું સમર્થન કરતું નથી. 


પુરુલિયાનું બેગુનકોદર રેલવે સ્ટેશન
સૌથી પહેલા વાત કરીએ પશ્ચિમ બંગાળના બેગુનકોદર રેલવે સ્ટેશનની. પુરુલિયા જિલ્લામાં આવેલા આ રેલવે સ્ટેશન વિશે  કહેવાય છે કે તે દેશનું સૌથી ડરામણું અને ભૂતિયું રેલવે સ્ટેશન છે. પુરુલિયા અને તેની આસપાસના જિલ્લામાં રહેતા લોકોનું કહેવું છે કે અહીં અનેક મુસાફરોએ સફેદ સાડી પહેરેલી મહિલાનું ભૂત જોયું છે. આવા દાવાના કારણે આ રેલવે સ્ટેશનથી પસાર થતી ટ્રેન થોભતી નહતી. ડ્રાઈવર પણ આ સ્ટેશન જેવું નજીક આવે કે સ્પીડ વધારી દેતો હતો. જેથી કરીને જલદી પાસ થઈ જવાય. આ સ્ટેશન લગભગ 42 વર્ષ સુધી બંધ કરી દેવાયું હતું. આખરે વર્ષ 2009માં ફરી ખોલવામાં આવ્યું. 



બરોગ ટનલ શિમલા હિમાચલ પ્રદેશ
બીજા નંબર પર હિમાચલ પ્રદેશ સ્થિત બરોગ સ્ટેશન. શિમલા રેલવે સ્ટેશનની નજીક સુરંગ નંબર 33નું નામ તેને બનાવનારા એન્જિનિયર કર્નલ બરોગના નામ પર પડ્યું હતું. કહેવાય છે કે સ્થાનિક લોકોએ આ ટનલની આજુબાજુ અસાધારણ ગતિવિધિઓ થતી જોઈ છે. ટનલને બ્રિટિશ એન્જિનિયર બરોગે બનાવડાવી હતી. તેનો એક નિર્ણય તેના ઉપરી અધિકારીઓ સામે તેમનું અપમાનનું કારણ બન્યું તો ડિપ્રેશનમાં આવીને કર્નલે સુરંગને કિનારે ટહેલતા આત્મહત્યા કરી નાખી. બાદમાં તેમને આ સુરંગી પાસે જ દફનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરંગની આજુબાજુ અજીબોગરીબ ઘટનાઓ ઘટવાની શરૂ થઈ ગઈ. અનેક લોકોએ દાવો કર્યો કે તેમણે તેની અંદર કર્નલની હાજરી પણ મહેસૂસ કરી હતી. 



નૈની સ્ટેશન, ઉત્તર પ્રદેશ
યુપીના પ્રયાગરાજ નજીક બનેલી નૈની જેલમાં અંગ્રેજોએ અનેક સ્વાતંત્ર્ય સૈનિકોની સતામણી કરી હતી. જેથી તેમના મોત પણ નિપજ્યા. નૈનીનું રેલવે સ્ટેશન આ જેલથી થોડા અંતરે આવેલું છે. જો કે અહીં કોઈ અપ્રિય ઘટના તો નથી ઘટી પરંતુ આમ છતાં લોકોએ તેના વિશે અક અજીબ માન્યતા પાળી રાખી છે. તેમનું માનવું છે કે મૃત સ્વાતંત્ર્ય સેનાનીઓના આત્મા આ સ્ટેશનની આજુબાજુ ભટક્યા કરે છે અને રાતના સમયે અહીંથી રોવાનો અવાજ અને ચીસો સંભળાય છે. જાણે કે આજુબાજુ કોઈને કોઈ હેરાન કરતા હોય. 



મુલુંડ રેલવે સ્ટેશન, મુંબઈ
મુંબઈમાં આવેલું મુલુંડ સ્ટેશન તો તમે જાણતા જ હશો. આ રેલવે સ્ટેશન પણ ભારતના ગણતરીના ભૂતિયા રેલવે સ્ટેશનોમાંથી એક ગણાય છે. સ્ટેશન પર આવનારા અને આજુબાજુ રહેનારા લોકોનો દાવો છે કે અહીં સાંજ પછી લોકોના બૂમો પાડવાનો અને રોવાનો અવાજ સંભળાય છે. તેમનું કહેવું છે કે આ એવા લોકોના અવાજ છે જે સ્ટેશન પર કોઈ દુર્ઘટનાનો ભોગ બન્યા હોય. 



ચિત્તુર રેલવે સ્ટેશન
ઈ્ન્ડિયા ડોટ કોમમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલા Chittoor Railway Station ને પણ ભૂતિયું સ્ટેશન કહેવાય છે. આ સ્ટેશન સંલગ્ન અનેક કહાનીઓ મુજબ એકવાર આ સ્ટેશન પર એક સીઆરપીએફ જવાન હરી સિંહ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. ટ્રેનમાંથી ઉતર્યા બાદ કોઈ વાત પર RPF અને TTE એ તેમને એટલું માર્યું કે તેમનું મોત થઈ ગયું. ત્યારબાદથી આ સીઆરપીએફ જવાનનો આત્મા અહીં ભટકે છે. લોકોનું કહેવું છે કે તે ઈન્સાફ મેળવવા માટે અહીં ભટક્યા કરે છે.