નવી દિલ્હી: ભારત સતત પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરી રહ્યું છે. આ ક્રમમાં ભારતે રવિવારે રાજસ્થાનમાં હવામાંથી સપાટી પર સટીક વાર કરનાર ગાઇડેડ બોમ્બ (એસએએડબ્લ્યૂ) અને એંટી ટેંક ગાઇડેડ મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેને પૂર્ણરૂપથી સ્વદેશી ટેક્નિકથી બનાવવામાં આવી છે. તેમાં અતિ આધુનિક ટેક્નિકનો ઉપયોગ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં વિકસિત ગાઇડેડ બોમ્બ-એસએએડબ્લ્યૂ અને એંટી ટેંક ગાઇડેડ મિસાઇલ હેલિનાનું રાજસ્થાનમાં અલગ-અલગ ફાયરિંગ રેંજમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. રક્ષા મંત્રાલયે તેને લઇને જાણકારી આપતાં કહ્યું કે ચાંદન રેંજમાં વાયુ સેનાના વિમાનથી સ્માર્ટ એંટી એરફિલ્ડ વેપન (એસએએડબ્લ્યૂ)નું સફળ પરીક્ષણ થયું. હેલિનાનું પરીક્ષણ પોખરણમાં કરવામાં આવ્યું હતું. 



મંત્રાલયે જણાવ્યું કે એસએએડબ્લ્યૂ યુદ્ધક સામગ્રીથી સજ્જ હતું અને સટીકતા સાથે ટાર્ગેટ પર નિશાન સાધવામાં સફળ રહ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''એસએએડબ્લ્યૂ ઉમદા દિશાસૂચકનો ઉપયોગ કરતાં વિભિન્ન જમીની ટાર્ગેટને તબાહ કરવામાં સક્ષમ છે.'' પોખરણ ફાયરિંગ રેંજમાં હેલિના મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલને સટીકતાની સાથે પોતાના ટાર્ગેટને ભેદી નાખ્યું. આ દુનિયામાં અતિઆધુનિક એંટી ટેંક હથિયારોમાં એક છે.