ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીએ આજના દિવસ દેશને આપી એક અનમોલ ભેટ. પીએમ મોદીએ આજના દિવસે ભારતીય નેવી સેવાની શક્તિમાં વધારો કરીને નેવી સેનાને ગૌરવ અપાવ્યું છે. પીએમ મોદીએ આજે દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફટ કેરિયર INS વિક્રાંતને નેવીને સોંપી દીધું છે. તેમણે નવા નેવીના ધ્વજનું અનાવરણ પણ કર્યું હતું. તેમણે કહ્યું કે પહેલા આ ધ્વજ પર ગુલામીનું પ્રતિક હતું, જેને અમે હટાવી દીધું છે. નવો નેવીનો ધ્વજ શિવાજીને સમર્પિત છે. પ્રધાનમંત્રી મોદીએ આ સાથે જણાવ્યુંકે, આ જહાજના નેવીમાં સામેલ થવાને કારણે ભારતીય સમુદ્રી સુરક્ષામાં ધરખમ વધારો થયો છે. ભારત હવે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. આઈએનએસ વિક્રાંતએ ખુબ જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ જહાંજ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



વિક્રાંત 40 હજાર ટન વજનવાળું વિમાન વાહક જહાજ છે. વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સની પાસે જ 40 હજાર અને એનાથી વધુ વજનવાળું વિમાનવાહક જહાજનું નિર્માણ કરવાની ક્ષમતા છે. વિક્રાંત 20 મિગ-29 લડાકુ વિમાન અને દસ હેલિકોપ્ટરને લઈ જવામાં સક્ષમ છે. 2017માં આઈએનએસ વિરાટના રિટાયર્ડ થયા પછી ભારતની પાસે માત્ર એક જ વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય છે. મોદીએ એરક્રાફટ કેરિયરને બનાવનાર એન્જિનિયર્સની પ્રશંસા કરતા કહ્યું કે આ શીપમાં જેટલા કેબલ અને વાયર છે, તે કોચીથી કાશી સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે INS વિક્રાત માત્ર વોરશીપ નથી, સમુદ્રમાં તરતું શહેર છે.


પીએમ મોદી આજે સવારે કોચી સ્થિત કોચીન શિપયાર્ડ લિમિટેડમાં આવી પહોંચ્યા હતા. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર હતા.


પીએમ મોદીએ કહ્યુંકે, આ ભારત માટે ગર્વની તક છે. આ ભારતની પ્રતિભાનું ઉદાહરણ છે. આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર છે. આ અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે. આ વાત એ બાબતની સાબિતી આપે છે કે જો દૃઢ સંકલ્પ હોય તો કંઈપણ અશક્ય નથી. આપણે આજે નવા સૂર્યના ઉદયના સાક્ષી બની રહ્યા છે. નેવીનો નવો ધ્વજ શિવાજીને સમર્પિત કરવામાં આવ્યો. પીએમ મોદીએ કહ્યું. શિવાજીની સમુદ્રી તાકાતથી દુશ્મન કાંપતા હતા. આજે હું નેવીનો નવો ધ્વજ છત્રપતિ વીર શિવાજી મહારાજને સમર્પિત કરું છું. આ નવો ધ્વજ નેવીના બળ અને આત્મસન્માનને બળ આપશે. અત્યારસુધી નેવીના ધ્વજ પર ગુલામીની તસવીર હતી. આ તસવીરને અમે હટાવી દીધી છે.


એટલું નહીં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુંકે, આઈએનએસ વિક્રાંત વિશાળ છે, એ ખાસ બાબત છે કે તે તે ગૈરવમય છે. તે માત્ર વોરશીપ નથી. તે 21મી સદીના ભારતના કઠિન પરિશ્રમ, કુશળતા અને કર્મઠતાનો પુરાવો છે. આજે ભારત એ દેશોની યાદીમાં સામેલ થયો છે, જે પોતાની ટેકનીકથી આવું મોટું જહાજ બનાવી શકે છે. આજે વિક્રાંતે ભારતીયોને નવા ભરોસોથી ભરી દીધા છે.


31 જાન્યુઆરી 1997ના રોજ નેવીમાંથી INS વિક્રાતને રિટાયર્ડ કરવામાં આવ્યું હતું. હવે લગભગ 25 વર્ષ પછી એક વખત ફરીથી INS વિક્રાંતનો પુનઃજન્મ થયો છે. 1971ના યુદ્ધમાં INS વિક્રાંતે તેના સીહોક ફાઈટર વિમાનોથી બાંગ્લાદેશના ચિટગાંવ, કોક્સ બજાર અને ખુલનામાં દુશ્મનના ઠેકાણાઓનો નાશ કર્યો હતો.