નવી દિલ્હીઃ ભારતમાં માતૃત્વ લાભમાં સુધાર કરવા અને મહિલાઓના કેરિયર પ્રત્યે આગળ વધવા પર પ્રોત્સાહિત કરવા માટે બનાવેલા નવા કાયદાથી વિપરીત પ્રભાવ જોવા મળી શકે છે. આ વાતનો ખુલાસો એક સર્વેમાં થયો ચે. ટીમલીઝ સર્વિસેજે એક સર્વે જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે, નવા કાયદાએ ભારતને પ્રગતિશીલ દેશ બનાવ્યો છે. કેનેડા અને નોર્વે બાદ ભારતમાં મહિલાઓને નોકરીમાં બન્યા રહેવાના માર્ગ ખુલ્લા છે. પરંતુ આ કાયદો હવે નોકરી જવાનું કારણ બની શકે છે. એક અનુમાન પ્રમાણે, નવા કાયદાથી દેશભરમાં આશરે 18 લાખ મહિલાઓની નોકરી જઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 લાખ મહિલાઓની જશે નોકરી
નવા કાયદાથી મહિલાઓને નાના વ્યવસાયમાં હતોસ્સાહિત સ્થિતિનો સામનો કરવો પડશે. આ સાથે સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી ઓછી થશે. એક અનુમાન પ્રમાણે, નવા કાયદાને કારણે માર્ચ 2019માં 10 સેક્ટર્સની આશરે 11 લાખથી લઈને 18 લાખ મહિલાઓ પોતાની નોકરી ગુમાવી શકે છે. 


મહિલાઓની ભાગીદારીથી વધશે GDP
માનવ સંસાધન કંપનીના એક સર્વે પ્રમાણે, આ અનુમાનને તમામ સેક્ટરમાં જોડવામાં આવે તો આ આંકડો 1 કરોડથી વધુ હોઈ શકે છે. આ દેશ માટે ખૂબ ખરાબ સમાચાર છે. છેલ્લા એક દશકમાં પહેલાથી જ મહિલાઓની ભાગીદારી ઓછી થઈ છે. નાણાકિય વર્ષ 2016ના અંત સુધીમાં મહિલાઓની નોકરીમાં ભાગીદારી ઘટીને 24 ટકા પર આવી ગઈ હતી. જે એક દશક પહેલા 36 ટકા હતી. મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મૈકેન્જી પ્રમાણે઼, જો 2025 સુધી નોકરીના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે છે તો દેશના જીડીપીમાં 700 બિલિન ડોલર એટલે કે 4.80 લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે. 


300 એમ્પ્લોયર પર કર્યો સર્વે
સર્વેમાં એવિએશન, આઈટી, આઈટી સર્વિસ, રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, ઈ-કોમર્સ, મેન્યુફેક્ચરિંગ, રિટેલ, ટૂરિઝમ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસના 300 એમ્પલોયર વચ્ચે કરવામાં આવ્યો હતો. તેનાથી ખ્યાલ આવે છે કે મોટી અને પ્રોફેશનલ કંપનીઓ સુધારના ઉપાયોને પરત લાવશે. જ્યારે નાની કંપનીઓ મહિલાઓની ભરતી કરવાનો વિરોધ કરી શકે છે. 


ઘટી રહી છે મહિલાઓની ભાગીદારી
સામાજિક રૂપથી રૂઢિવાદી ભારતમાં મહિલાઓને હંમેશા કેરિયર વધારવાથી રોકવામાં આવે છે. અમીર ઘરોની મહિલાઓને નોકરી કરવા માટે ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવતી નથી. આ ત્યારે જ થાય જ્યારે પુરૂષનું વેતન ઓછું પડે, ત્યારે મહિલા નોકરીની શોધ કરે છે. તેમાં વધુ પડતી મહિલા પોતાના પરિવાર અને બાળકોની સ્થિતિને જોતા બહાર આવે છે. વિશ્વ બેન્કના એક અનુમાન પ્રમાણે 2004 બાદ આઠ વર્ષોમાં આશરે 2 કરોડ મહિલાઓ (ન્યૂયોર્ક, લંડન અને પેરિસની સંયુક્ત વસ્તીને બરાબર) ભારતમાં કાર્યક્ષેત્રમાંથી ગાયબ થઈ ગઈ છે. 


ગત વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો કાયદો
મહત્વનું છે કે, ગત વર્ષે મોદી સરકારે સંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારી મહિલાઓ માટે માતૃત્વ અવકાશ સંબંધી નવો કાયદો રજૂ કર્યો હતો. જેમાં માતૃત્વ રજા 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કરી દીધી હતી. આ કારણે ઘણા વ્યાપાર બંધ પણ થઈ ગયા છે. સર્વે પ્રમાણે મેટરનિટી કાયદો લાગૂ થયા બાદ વ્હાઇટ કોલર એમ્પલોયરના વાર્ષિક વેતન પર 80 થી 90 ટકા ખર્ચ થશે. જ્યારે બ્લૂ કોલર કર્મચારીઓના વાર્ષિક વેતન પર 135 ટકાનો ખર્ચ થશે.