Rahul Gandhi in Raebareli : કોંગ્રેસના ગાંધી પરિવારમાં જલ્દી જ લગ્નની શરણાઈઓ વાગવાની છે. કારણ કે, ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર રાહુલ ગાંધીએ જાહેરમાં પોતાના લગ્નનો ખુલાસો કર્યો છે. આ સાંભળીને દેશની લાખો યુવતીઓના દિલ તૂટી જશે. રાહુલ ગાંધી સોમવારે રાયબરેલી પહોંચ્યા હતા, જ્યાં જાહેરસભામાં તેમને જનમેદની દ્વારા આ સવાલ કરાયો હતો, જેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ભૈયા, તમે ક્યારે લગ્ન કરશો
સોનિયા ગાંધીની રાજકીય નિવૃત્તિ બાદ રાહુલ ગાંધી રાયબરેલી સંસદીય વિસ્તારથી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યાં છે. આ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. સોમવારે મહારાજગંજ વિસ્તારમાં વિશાળ જનમેદનીને રાહુલ ગાંધીએ સંબોધન કર્યુ હતું. ત્યારે જેમ રાહુલ ગાંધીએ ભાષણ આપવાની શરૂઆત કરી હતી, તો લોકોએ સવાલ કર્યો હતો કે, રાહુલ ભૈયા, તમે ક્યારે લગ્ન કરશો. 


ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા


 


સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા


જલ્દી જ લગ્ન કરીશ 
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ચૂંટણી પ્રચાર માટે રાયબરેલી સંસદીય વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે જાહેરસભામાં જનતાએ તેમને પૂછ્યુ હતું કે, તમે ક્યારે લગ્ન કરશો? રાહુલ ગાંધી આ સાંભળી શક્યા ન હતા, તો મંચ પર બાજુમાં ઉભા રહેલા પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતું કે, લોકો પૂછી રહ્યા છે કે ક્યારે તમે લગ્ન કરશો. ત્યારે આ વાત પર રાહુલ ગાંધી હસી પડ્યા હતા, અને બોલ્યા હતા કે જલ્દી જ લગ્ન કરીશ.


લોકોના સવાલ પર પહેલા તો રાહુલ ગાંધી કંઈ સમજી શક્યા ન હતા. તેથી બહેન પ્રિયંકા ચોપરા વચ્ચે પડ્યા હતા, અને રાહુલ ગાંધીને લોકોના સવાલનો જવાબ આપવા કહ્યુ હતું. 


આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂર