Mysterious Temple in India: ભારતમાં મંદિર પોતાની વિશિષ્ટ વાસ્તુકલા અને ધાર્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું કિરાડૂ મંદિર પોતાની અદ્દભુત વાસ્તુકલાની સાથે સાથે એક પ્રાચીન શ્રાપની કહાનીના કારણે લોકોની વચ્ચે રહસ્યમયી અને ડરામણું માનવામાં આવે છે. આ મંદિર બાડમેર શહેરથી 35 કિલોમીટર દૂર છે અને 5 મંદિરોનું એક જૂથ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું અદ્દભુત મંદિર
કિરાડૂ મંદિરની વાસ્તુકલા ખુબ જ આકર્ષક અને અનોખી છે. ઉત્તર ભારતમાં આવેલું હોવા છતાં આ મંદિરોનું નિર્માણ દક્ષિણ ભારતીય શૈલીમાં થયું છે. તેની તુલના ખજુરાહોના મંદિરોની શૈલી સાથે કરવામાં આવે છે. સમૂહના પાંચ મંદિરોમાંથી સૌથી મુખ્ય સોમેશ્વર મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. જોકે, આ મંદિરોની ઘણી મૂર્તિઓ તૂટી ચૂકી છે. સાથે સાથે સમયની સાથે તેના સ્વરૂપમાં પણ ફેરફાર આવ્યો છે.


શ્રાપ સાથે જોડાયેલી લોકકથાઓ...
કિરાડૂ મંદિર સાથે જોડાયેલી સૌથી પ્રચલિત લોકકથા એક મહાન સંત અને તેમના શિષ્યની છે. કહેવામાં આવે છે કે સંતે પોતાના શિષ્યની દેખભાળ રાખવાની વિનંતી ગ્રામજનોને કરી હતી. પરંતુ ગ્રામજનો પોતાની જવાબદારી ભૂલી ગયા, જેના કારણે શિષ્યનું મોત થઈ ગયું. જેના કારણે સંતે ક્રોધિત થઈને આ વિસ્તારને શાપ આપ્યો કે સૂર્યાસ્ત પછી જે પણ આ સ્થાન પર રહેશે, તે પથ્થર બની જશે. કહેવાય છે કે આ શાપના કારણે આજે પણ લોકો સૂર્યાસ્ત પછી મંદિર પરિસરમાં રોકાવાથી ડરે છે. પર્યટક અને સ્થાનિક લોકો સાંજ પડતા જ મંદિર છોડી દે છે.


રહસ્યમયી અને વીરાન માહોલ
કિરાડૂ મંદિર સુમસામ અને વીરાન વિસ્તારમાં સ્થિત છે. આસપાસની રહસ્યમયી શાંતિ અને અજીબો ગરીબ ઉર્જા આ જગ્યાને ડરામણી બનાવે છે. કહેવામાં આવે છે કે જે પ મંદિરોનું પુનર્નિમાણ કરવાનો પ્રયાસ કરે છે, તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમુક સ્થાનિક લોકોને રાતના સમયે અહીં અજીબોગરીબ અવાજો સંભળાય છે અને અસામાન્ય ઘટનાઓનો અનુભવ થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
    
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)