નવી દિલ્હી: કલ્પના કરો કે ભારત પર હુમલો થયો છે. દુશ્મનના ફાઈટર વિમાનો અને મિસાઈલો પૂર્વ અને પશ્ચિમ બંને સરહદો પર હુમલા માટે નીકળી ચૂકી છે. રાજસ્થાનની સરહદો પર ટેન્કોની સ્કવોડ્રન હુમલા માટે આગળ વધી રહી છે. સમુદ્રી સરહદોથી નેવીના જહાજોનો જથ્થો આગળ વધી રહ્યો છે. અચાનક ત્યારે જ એક રોશની ચમકે છે અને દુશ્મનના તમામ ટેન્ક, ફાઈટર વિમાનો, નેવી જહાજો અને મિસાઈલો એક ધડાકા સાથે આપોઆપ આગના ગોળામાં ફેરવાઈ જાય છે અને ભસ્મીભૂત થઈ જાય છે. આ કોઈ કલ્પના નથી પરંતુ વાસ્તવિકતા છે. અને આ કમાલ કરી શકે છે ભારતનું સિક્રેટ હથિયાર 'કાલી'. એટલે કે કિલો એમ્પીયર લીનિયર ઈન્જેક્ટર (Kilo ampere linear injector).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કાલી'ની જાણો તાકાત
'કાલી' ભારતનું એક મહાશક્તિશાળી રક્ષક હથિયાર છે જે દુશ્મનના કોઈ પણ હુમલાને નિષ્ફળ કરી શકે છે. તેની સામે વિશાળકાય ટેન્ક, અત્યાધૂનિક ફાઈટર વિમાનો, આધુનિક મિસાઈલો પણ ફેલ છે. એવું કોઈ પણ આધુનિક હથિયાર કે જેમા ઈલેક્ટ્રિક ચિપ, સર્કિટ કે પછી કોઈ પણ પ્રકારની વાયરલેસ ટેક્નોલોજી લાગેલી હોય, તેને કાલી ક્ષણભરમાં નષ્ટ કરી દે છે. મિસાઈલો અને ફાઈટર વિમાનો ઉપરાંત તે ડ્રોન જેવા ચાલકરહિત સશસ્ત્ર વિમાનો અને એટલે સુધી કે અંતરિક્ષમાં ઘૂમી રહેલા સેટેલાઈટને પણ નષ્ટ કરી શકે છે. 



કેવી રીતે કામ કરે છે 'કાલી'?
ભારતનું શક્તિશાળી હથિયાર 'કાલી' ઈલેક્ટ્રો મેગ્નેટિક તરંગો પેદા કરનારું યંત્ર છે. સેકન્ડ્સની અંદર ભારે પ્રમાણમાં તરંગો પેદા કરી શકે છે. જે પોતાના સંપર્કમાં આવનારા કોઈ પણ ઈલેક્ટ્રિક ઉપકરણને ઠપ કરી શકે છે. ફાઈટર વિમાનો, ટેન્કો, મિસાઈલો, ડ્રોન, અને સેટેલાઈટ્સમાં અનેક પ્રકારની સર્કિટ, અને ઈલેક્ટ્રિક ચિપ હોય છે. જે ઈલેક્ટ્રો મેગ્નેટિક તરંગોના પ્રહારના કારણે કામ કરવાનું બંધ કરી દે છે. જેના લીધે આ અત્યાધુનિક મશીનો ક્ષણભરમાં ભંગારનો ઢગલો બની જાય છે. ત્યારબાદ તેની અંદર રહેલા હથિયારોમાં વિસ્ફોટ થાય છે. 



'કાલી'ની અંદર રહેલા નાના નાના પાર્ટ્સની અંદર પણ ભારે સંખ્યામાં ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. જેને ચાર્જ કર્યા બાદ કોઈ પણ સમયે એક ઝાટકે પોતાના લક્ષ્યાંક પર ફેંકી શકાય છે. તેની કાર્યપ્રણાલીને સરળતાથી સમજવા માટે ઘરેલુ કેપેસિટર કે કન્ડેન્સરને ધ્યાનથી જુઓ. જેમાં ઉર્જા ભેગી થાય છે. જેને સ્પર્શ કરવાથી કરન્ટ કે ઝટકો લાગે છે. એ જ રીતે કાલીમાં ભારે પ્રમાણમાં ઉર્જા ભેગી કરનારા કેપેસિટર જેવા ડિવાઈઝ લાગ્યા હોય છે. જેમાં ભેગી થયેલી ઉર્જા દુશ્મનના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને જામ કરીને તેને સાવ પંગુ બનાવી શકે છે. 


કેવી રીતે તૈયાર કરાયું 'કાલી'
'કાલી'ના જનક ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર ડો.આર ચિદમ્બરમ હતાં. તેમણે તેને તૈયાર કરવાની યોજના 1985માં જ કરી લીધી હતી. પરંતુ તેની તૈયારી કર્યા બાદ વર્ષ 1989માં તેના પર કામ શરૂ થઈ શક્યું. 



છેલ્લા ત્રણ દાયકાથી સતત કામ ચાલુ છે. આ બધા વચ્ચે તેની અનેક આવૃત્તિઓ તૈયાર થઈ છે. સૌથી પહેલા 'કાલી-80' વિક્સિત કરાયું ત્યારબાદ 'કાલી-200', પછી 'કાલી-5000' અને હવે 'કાલી-10000' વિક્સિત થઈ ગયા છે. કાલીના નિર્માણ પ્રક્રિયામાં BARC (ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ) અને DRDO (રક્ષા વિજ્ઞાન અને અનુસંધાન સંસ્થાન) બંને જોડાયેલા છે. 


'કાલી'ની શરૂઆતની આવૃત્તિમાં પ્રતિ નેનો સેકન્ડે એક ગીગાબાઈટ ઈલેક્ટ્રો મેગ્નેટિક તરંગોનો પ્રહાર થયો હતો. પરંતુ છેલ્લી માહિતી મુજબ 'કાલી'ની આત્યાધુનિક આવૃત્તિમાં 100મિલી સેકન્ડમાં 40 ગીગાવોટ સુધી ઉર્જા તરંગો નીકળે છે. જે દુશ્મનના મોટામાં મોટા અને અત્યાધુનિક હથિયારોને પળભરમાં તબાહ કરી શકે છે.



ભારતનું સિક્રેટ મિશન છે 'કાલી'
'કાલી' અને તેની મારક ક્ષમતા અંગે ભારત સરકારે કોઈ અધિકૃત નિવેદન બહાર પાડ્યું નથી. હાલ ફક્ત તેના અંગે પ્રાથમિક માહિતી જ બહાર આવી છે. ભારતની રક્ષા ક્ષમતા માટે આ પ્રોજેક્ટ એટલો મહત્વનો છે કે સરકારે તેના અંગે સંસદમાં જાણકારી આપવાની પણ ના પાડી દીધી તી. સમાચાર એજન્સી પીટીઆઈથી મળેલી જાણકારી મુજબ 14 જુલાઈ 2018ના રોજ લોકસભામાં 'કાલી-5000' અંગે એક સવાલ પૂછાયો હતો. કે શું 'કાલી 5000' ને દેશના રક્ષા વિભાગમાં સામેલ કરવાનો કોઈ પ્રસ્તાવ છે, જો હા તો તેના અંગે જણાવવામાં આવે. પરંતુ તત્કાલિન રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે આ અંગે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને કોઈ પણ જાણકારી આપવાની ના પાડી દીધી હતી. 



પરંતુ તેમના જવાબથી એ સ્પષ્ટ હતું કે ભારતનું સિક્રેટ હથિયાર કાલી કોઈ અફવા નથી પરંતુ સાચે જ અસ્તિત્વમાં છે અને તેના પર ઝડપથી કામ ચાલુ છે. હકીકતમાં સૌથી પહેલા કાલીને વિમાનોની તપાસ માટે તૈયાર કરાયું હતું. પરંતુ તેની ક્ષમતાઓ જોતા ત્યારબાદ તેને હથિયાર તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો. આ એટલું ઘાતક હથિયાર છે કે જલ, થલ અને આકાશથી આવનારા કોઈ પણ દુશ્મનને પળભરમાં નષ્ટ કરી શકે છે. આ જ કારણ છે કે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન 'કાલી'નું નામ સાંભળીને પણ થર થર કાંપવા લાગે છે.