નવી દિલ્હી : રાજસ્થાનમાંથી ધુળીવાળી હવાઓનાં કારણે દિલ્હી  એનસીઆરની હવાઓ પ્રભાવિત થઇ છે. આસપાસનાં રાજ્યોમાં પણ હવાનો ગોળો છવાયેલો છે. તેની સૌથી વધારે અસર ચંડીગઢ પર પડી છે. ત્યાં વિમાનોની આવનજાવન એકદમ જ અટકી ચુકી છે. ઇન્ડિગોએ ચંડીગઢથી દિલ્હી આવતી જતી તમામ ફ્લાઇટ્સને રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે જ અન્ય એરલાઇન્સે પણ 5 ફ્લાઇટને રદ્દ કરી દીધી છે. બીજી તરફ હવામાન વિભાગનાં લોકોને ખબરદાર કર્યા છે. તેમનું કહેવું છે કે ધૂળનો ગોટ 48થી 72 કલાક સુધી છવાયેલો રહેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંડીગઢનાં હવામાન વિભાગનાં નિર્દેશક એશ.પોલે કહ્યું કે, હવામાન હવે નબળું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જુનના અંત સુધીમાં આ વિસ્તારમાંવરસાદ થવાની સંભાવના છે. ધૂળના ગોટાના કારણે 42થી 72 કલાકની અંદર રાહત મળી જશે. 

દિલ્હીમાં શા માટે છવાયો ધુળનો ગોટો
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દિલ્હીની ઉપર છવાયેલા ધુળનાં ગોટા માટે રાજસ્થાનમાં આવેલ ધુળીયા તોફાનને મુખ્ય કારણ ગણાવ્યું હતું. મંત્રાલયે હાલનાં દિવસોમાં દિલ્હીમાંવાયુપ્રદૂષણના સ્તર વધવાને અસ્વાભાવિક ગણાવતા કહ્યું કે, તેની પાછળનું મુખ્યકારણ રાજસ્થાનમાં થયેલ ધુળિયા તોફાનો છે. જેનાં કારણે દિલ્હી એનસીઆર વિસ્તારમાં હવાનું લો પ્રેશર સર્જાયું અને હવામાં મળેલા ધુળકણો જમીનથી થોડી ઉંચાઇ પર જમા થઇ ગયા.