Chaudhary Charan Singh Birth Anniversary: ગામ, ગરીબ અને ખેડૂતોના શોષણ સામે અવાજ ઉઠાવનાર ચૌધરી ચરણસિંહ પોતાને નેતા કરતા સમાજ સેવક વધુ માનતા હતા. તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ એક ખેડૂતોની જ છબી ધરાવતા રહ્યા છે. જેથી તેમના જન્મ દિવસે જ ખેડૂત દિવસ મનાવાયા છે. ચૌધરી ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ મેરઠના હાપુડના નૂરપુરમાં જાટ પરિવારમાં થયો હતો. આમ તો તેમનું કરિયર વકીલાતથી શરૂ થયું હતું. પરંતુ ગાંધીજીના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઈ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આઝાદી પહેલા તેઓ દેશ માટે બે વાર જેલમાં પણ ગયા હતા. 1937ની ચૂંટણીમાં તેઓ યુનાઇટેડ પ્રોવીન્સની વિધાનસભાના સભ્ય બન્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ વખત 3 એપ્રિલ 1967થી 25 ફેબ્રુઆરી 1968 સુધી તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા.. આ પછી 18 ફેબ્રુઆરી 1970થી 1 ઓક્ટોબર 1970 સુધી તેમણે ફરીથી યુપીની જવાબદારી સંભાળી. તેઓ 24 માર્ચ 1977થી 1 જુલાઈ 1978 સુધી ગૃહમંત્રી હતા. તો 24 માર્ચ 1977થી 28 જુલાઈ 1979 સુધી નાયબ પ્રધાનમંત્રી પણ રહ્યા હતા. 24 જાન્યુઆરી 1979થી 28 જાન્યુઆરી 1979 સુધી તેઓ નાણા મંત્રાલય સંભાળ્યું હતું. જ્યારે 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી પ્રધાનમંત્રી પદે રહી દેશ ચલાવ્યો હતો. આ તમામ હોદ્દાઓ પર રહીને તેઓ હંમેશા ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી. 


પ્રધાનમંત્રી બનાવા અંગે આપ્યું હતું ચોંકાવનારું નિવેદન:
ચૌધરી ચરણસિંહએ કહ્યું હતું કે હું એક દિવસ આ દેશના પ્રધાનમંત્રી બનવાની મહત્વાકાંક્ષા રાખું છું. પરંતુ આનો અર્થ એ નથી કે હું મોરારજી દેસાઈને તેમના પદ પરથી હટાવવાનું કાવતરું કરી રહ્યો છું. એક દિવસ મોરારજી દેસાઈ મરી જશે અને પછી હું પ્રધાનમંત્રી બનીશ, તો એમાં ખોટું શું છે? કેબિનેટ કમિટીના લોકો એ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ જીવિત વ્યક્તિના મૃત્યુ વિશે આવી વાત કરી શકે છે. જો કે તેનો અર્થ એ નથી કે ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈના મૃત્યુ અંગે કોઈ નિવેદન આપી રહ્યા હતા. તેમનો મતલબ ફક્ત એટલો જ હતો કે મોરારજી દેસાઈ બાદ તેઓ પ્રધાનમંત્રી બનશે.


આ એક બિલે તેમને બનાવ્યા ખેડૂતો નેતા:
મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી પદ સુધી પહોંચેલા ચૌધરી ચરણસિંહને આજે પણ લોકો ખેડૂત નેતા તરીકે યાદ કરે છે. વર્ષ 1937માં 34 વર્ષની ઉંમરે તેઓ બાગપતના છપૌલીથી વિધાનસભામાં ચૂંટાયા હતા. આ પછી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ખેડૂતોના અધિકારોની સુરક્ષા માટે એક બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલે ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ખેડૂતોનું જીવન બદલી નાખ્યું હતું. ચૌધરી ચરણસિંહનું કૃષિ સંબંધિત બિલ ખેડૂતોના પાકના માર્કેટિંગ સાથે સંબંધિત હતું. આ પછી આ બિલને ભારતના તમામ રાજ્યો દ્વારા અપનાવવામાં આવ્યું હતું. આ બિલ પસાર થયા પછી ચૌધરી ચરણસિંહ ખેડૂત નેતા તરીકે સ્થાપિત થયા અને દેશના ખેડૂતોના મસીહા બન્યા.


ઈન્દિરા ગાંધીની કરાવી હતી ધરપકડ:
3 ઓક્ટોબર 1977માં  દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બની હતી. જેમાં મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી અને ચૌધરી ચરણસિંહ ગૃહ પ્રધાન બન્યા હતા. 1977માં લોકસભાની ચૂંટણી ઈન્દિરા ગાંધીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર માટે 100 જીપ ખરીદવામાં આવી હતી. વિરોધીઓએ આક્ષેપ કર્યો હતો કે જીપ કોંગ્રેસ પાર્ટીના પૈસાથી નહીં પરંતુ ઉદ્યોગપતિઓએ ખરીદી છે. આ ઉપરાંત કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચૌધરી ચરણસિંહે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે શાહ કમિશન બનાવ્યું હતું. જેમાં તપાસ બાદ ચૌધરી ચરણસિંહના આદેશથી  ઈન્દિરા ગાંધીની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા. જોકે ઈન્દિરા ગાંધીને પાછળથી ટેક્નિકલ આધારો પર છોડી દેવામાં આવી હતી.


ક્યારે સંસદમાં ના ગયેલા પ્રથમ પ્રધાનમંત્રી:
ચૌધરી ચરણસિંહ પ્રધાનમંત્રી તો બન્યા પણ સરકાર લાંબો સમય સુધી ચાલી નહીં. તારીખ 28 જુલાઈ 1979માં તેમને બહુમત સાબિત કરવા માટે 20 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ માત્ર એક દિવસ પહેલા 19 ઓગસ્ટે ઈન્દિરા ગાંધીએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો હતો. યુપીના મુખ્યમંત્રીમાંથી દેશના પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચેલા ચૌધરી ચરણસિંહની સરકાર પડી હતી. એક દિવસ પણ સંસદનો સામનો કર્યા વિના ચરણસિંહે રાજીનામું આપવું પડ્યું હતું. કહેવાય છે કે જો આ પ્રધાનમંત્રીએ સંસદમાં એક પણ ભાષણ આપ્યું હોત તો ખેડૂતોની કહાની અલગ હોત.