નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનની આ આકરી ઘડીમાં સ્ટાફની સેલેરી નહી કાપવાની અપીલ રંગ લાગવી રહી છે. દેશમાં એખ મોટી એલાઇને સરકારની અપીલ પર અમલ કરતા સ્ટાફની સેલેરી કાપવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે.  ઇન્ડિગોનાં સીઇઓ રોનોજોય દત્તાએ ગુરૂવારે કર્મચારીઓને કહ્યું કે, એરલાઇનનાં પગારમાં ઘટા઼ાનાં નિર્ણયને પરત લીધો છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય સરકારની આ અપીલ  અંગે કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કંપનીઓને કર્મચારીઓનાં પગાર ઘટાડો નહી કરવાની વાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંડીગો પહેલા વરિષ્ઠ કર્મચારીઓમાં એપ્રીલ મહિનામાં પગાર કાપવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

દત્તાએ ઇમેઇલમાં કર્મચારીઓને કહ્યું કે, અમારી કાર્યકારી સમિતીનાં સભ્યો અને વરિષ્ઠ ઉપાધ્યક્ષોએ સ્વેચ્છાએ આ મહિને પગાર ઓછો લેવાનો નિર્ણય લીધો છે. અન્ય તમામ કર્મચારીઓ એપ્રીલ મહિનાનું સંપુર્ણ પગાર મેળવવાની આશા કરી શકે છે. જાણકારોનાં અનુસાર કંપની એપ્રીલ મહિનાનો પગાર નહી ઘટા઼ડે આ તમામ પગાર કર્મચારીઓને પુરો જ આપવામાં આવશે. 


મહારાષ્ટ્ર: ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલમંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર, કરી આ ખાસ માંગ

દેશમાં કોરોના વાયરસની મહામારીને અટકાવવા માટે 25 માર્ચથી લોકડાઉન છે. તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્યનો રદ્દ કરી દેવાઇ છે. જેના પરિણામ સ્વરૂપ ભારતીય વિમાન ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે. ગોએરએ પોતાનાં મોટા ભાગના સ્ટાફને બિન પગારી રજા પર ઉતરી જવા માટે જણાવ્યું છે. આ પ્રકારે સ્પાઇસજેટ અને એર એશિયાને પણ સેલેરીનો ઘટાડોની વાત સામે આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube