ઈન્દોર: લોકો ઘણીવાર પોતાના નામના કારણે ચર્ચામાં હોય છે. દેશભરમાં લોકો પોતાના બાળકોના નામ મહાન હસ્તિઓ પર રાખતા હોય છે. જો કે ક્યારેક તેમણે આ કારણે પરેશાન પણ થવું પડે છે. આવો જ એક મામલો મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે ઈન્દોરના એક યુવકને પોતાના નામના કારણે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યુવકનું નામ 'રાહુલ ગાંધી' છે. આ જ નામ તેના માટે પરેશાની બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં આજે રજુ થશે મોટર વ્હીકલ સંશોધન બિલ, ખુબ જ આકરી છે દંડની જોગવાઈઓ, છૂટશે પરસેવો


ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ઈન્દોરમાં રહેતા કપડાંના વેપારી  રાહુલનું કહેવું છે કે લોકો તેને આ નામના કારણે જૂઠ્ઠો માણસ કહે છે. તેણે જણાવ્યું કે "મારા પિતાના સારા વ્યવહારના કારણે 'ગાંધી' ઉપનામ તેમને બીએસએફના અધિકારીઓએ આપ્યું હતું. મારા જન્મ બાદ પિતાએ મારું નામ રાહુલ રાખ્યું. તેમણે જણાવ્યું કે તેમના પિતાએ ત્યારબાદ 'ગાંધી' ઉપનામ સ્વીકારી લીધુ હતું. આખા પરિવારની સાથે 'ગાંધી' ઉપનામ જોડાઈ ગયું. "


યુવકે કહ્યું કે "જેના કારણે મારી સાથે પણ ગાંધી નામ જોડાઈ ગયું અને હું રાહુલ ગાંધી બની ગયો." યુવકે કહ્યું કે "મારું ઉપનામ 'માલવીય' છે. પરંતુ સ્કૂલમાં પ્રવેશ વખતે મારું નામ 'રાહુલ માલવીય'ની જગ્યાએ 'રાહુલ ગાંધી' લખાવવામાં આવ્યું. 'રાહુલ ગાંધી' નામ હોવાના કારણે તેમને કોઈ પણ ટેલિકોમ કંપની સિમ કાર્ડ આપતી નથી. ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળતું નથી. કોઈ બેંક પાસેથી લોન પણ મળી શકતી નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...