ઈન્દોર: મધ્ય પ્રદેશના ઉજ્જેનમાં વર્ષ 2011 માં ભારતીય જનતા યુવા મોરચાના પ્રદર્શનકારી કાર્યકર્તા સાથે વિવાદ મામલે ઇન્દોરની વિશેષ કોર્ટે કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ દિગ્વિજય સિંહ સહિત 6 લોકોને શનિવારના એક-એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે તમામ 6 દોષિયોને 5-5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે ઠહેરાવ્યા દોષિત
વિશેષ ન્યાયાધીશ મુકેશ નાથે દિગ્વિજય અને ઉજ્જેનના પૂર્વ લોક સભા સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂને ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 325 (ઇરાદાપૂર્વક ગંભીર ઇજા) અને કલમ 109 (અન્ય લોકોને મારવા માટે ઉશ્કેરવું) હેઠળ દોષિ ઠહેરાવ્યા, જ્યારે ચાર અન્ય વ્યક્તિઓ- અનંત નારાયણ, જય સિંહ દરબાર, અસલમ લાલા અને દિલીપ ચોધરીને કલમ 325 હેઠળ દોષી ઠહેરાવ્યા હતા.


થોડા સમય બાદ મળ્યા જામીન
કોર્ટે આ મામલે ત્રણ અન્ય આરોપીઓ- ઉજ્જેન જિલ્લાના તરાના ક્ષેત્રના કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પરમાર, મુકેશ ભાટી અને હેમંત ચૌહાણને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા. બાદમાં વિશેષ ન્યાયાધીશે દિગ્વિજય સહતી તમામ 6 દોષિતોની અપીલ પર તેમની સજા પર તાત્કાલિક રોક લગાવી દીધી અને તેમના 25,000- 25,000 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા.


'પોલીસે કર્યો ખોટો કેસ'
જામીન પર મુક્ત થયા બાદ દિગ્વિજયે કહ્યું કે તે વિશેષ કોર્ટના નિર્ણય વિરૂધ હાઈ કોર્ટમાં અપીલ કરશે. તેમણે પોતાની વિરૂધ નોંધાયેલી એફઆઈઆરના ખોટી ગણાવતા કહ્યું, 'મારું નામ ઘટનાની મૂળ FIE માં આરોપી તરીકે નોંધવામાં આવ્યું નથી. બાદમાં પોલીસે રાજકીય દબાવના કારણે મારું નામ આરોપીઓની યાદીમાં સામેલ કર્યું હતું.'


BJYM ના નેતાઓ સાથે કરી મારામારી
દિગ્વિજય અને ગુડ્ડૂના વકીલ રાહુલ શર્માએ કહ્યું કે, તેમના બંને ક્લાયન્ટ્સને સજા કરવામાં આવી છે કે તેમણે BJYM કાર્યકર રિતેશ ખાબિયાને મારવા માટે અન્ય લોકોને ઉશ્કેર્યા હતા. બચાવ પક્ષના વકીલે દાવો કર્યો, પ્રોસિક્યુશનના દસ્તાવેજોમાં ખાબિયાના જમણા હાથમાં ઈજા થઈ હોવાની વાત કરવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં તેના ડાબા હાથનું હાડકું તૂટ્યું હતું.


વર્ષ 2011 નો છે કેસ
પોલીસના જણાવ્યા અનુસાર, BJYM કાર્યકર્તાઓને દિગ્વિજયના વિવાદાસ્પદ નિવેદનો પર વિરોધ વ્યકત કરતા તેમણે 17 જુલાઈ 2011 ના રોજ કાળા ઝંડા બતાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તેમનો કાફલો ઉજ્જૈનના જીવાજીગંજ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ-પ્રદર્શન દરમિયાન દિગ્વિજય, ગુડ્ડૂ અને અન્ય લોકોએ BJYM કાર્યકર્તાઓ સાથે મારામારી કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube