નવી દિલ્હીઃ સરકારના સ્વચ્છતા સર્વેમાં ઈન્દોર ફરી એકવખત સૌથી સ્વચ્છ શરેહ બનીને સામે આવ્યું છે. ત્યારબાદ સફાઇના મામલે ભોપાલ અને ચંદીગઢ ક્રમશઃ બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. ગત વર્ષએ પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોર અને ભોપાલ પ્રથમ અને બીજા નંબરે હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે સ્વચ્છતા સર્વે 2018માં ઝારખંડને સૌથી સારૂ પ્રદર્શન કરનારું રાજ્ય જાહેર કર્યું છે. ત્યારબાદ બીજા સ્થાને મહારાષ્ટ્ર અને ત્રીજા સ્થાને છત્તીસગઠને સ્થાન આપવામાં આવ્યું છે. સ્વચ્છતા સર્વેનો હેતુ દેશભરમાં સ્વચ્છતાના સ્તરનું આકલન કરવાનો છે. 


કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ આજે ટ્વીટર પર ટ્વીટ કરીને જાહેરાત કરી. તેમણે ટ્વીટ કરીને ઈન્દોર અને ભોપાલના લોકોને આ સિદ્ધિ માટે શુભેચ્છા આપી. પુરીએ લખ્યું કે, તેઓ આ પરિણામથી ચોંક્યા નથી અને બીજા શહેરોએ પણ આમાં સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. 



મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ અવસરે ટ્વીટ કરીને કહ્યું કે, સ્વચ્છતા સર્વેમાં અમારા ઈન્દોર અને ભોપાલે શ્રેષ્ઠતા બરકરાર રાખતા દેશભરમાં પ્રથમ અને બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ મહાનગરોના નાગરિતોની જાગરૂતતા, ધગસ અને સંકલ્પ માટે અભિનંદન પાઠવું છું. 



ગત સર્વેક્ષણોની તુલનામાં આ વખતે સામાન્ય નાગરિકો પાસેથી મળેલી પ્રતિક્રિયાને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું. ઈન્દોર ગત વર્ષે પણ સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. તે સમયે માત્ર 430 શહેરો માટે સર્વેક્ષણ કરાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે આશરે 4200 શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા. પુરીએ કહ્યું કે, સૌથી ખરાબ પ્રદર્શન કરનારા શહેરોના નામ તે દિવસે જાહેર કરવામાં આવશે જે દિવસે પુરસ્કાર આપવામાં આવશે.