ઈન્દોરઃ મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોર શહેર હવે 24 કલાક ખુલ્લું રહે છે. આ દેશનું પાંચમું શહેર છે, જે 24 કલાક ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે. વિદેશી કંપનીઓ અને કોર્પોરેટમાં કામ કરી રહેલા કર્મચારીઓની સુવિધા માટે તેની શરૂઆત થઈ હતી. પરંતુ હવે આ દાંવ ઉંધો પડી રહ્યો છે. મોડી રાત્રે શહેરમાં લોકોની અવરજવરને કારણે નશાખોરી અને ગુનાઓની સંખ્યા વધી ગઈ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર યુવતીઓ મળીને એક યુવતીને મારી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો ઈન્દોરના AB રોડ પર LIG ચોકનો હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર યુવતીઓ એક યુવતીને ઢીકા-પાટુથી માર મારી રહી છે અને ગાળો આપી રહી છે. જાણવા મળ્યું કે દારૂના નશામાં એક કેફે પર બેસીને આ યુવતીઓ સિગારેટ પી રહી હતી, ત્યાં કોઈ વાત પર ચર્ચા થયા બાદ ઝગડવા લાગી અને કેફે સંચાલકે તેને બહાર કાઢી મુકી હતી. ત્યારબાદ રોડ વચ્ચે મારામારી શરૂ થઈ હતી. આ ઘટના દરમિયાન આસપાસ ઉભા રહેલા લોકોએ તેનો વીડિયો બનાવી લીધો હતો. કેટલાક લોકોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીઓનો ગુસ્સો જોઈ લોકો દૂર થઈ ગયા હતા. 


EWS Reservation: આર્થિક અનામત પર સુપ્રીમના નિર્ણયનું કોંગ્રેસે કર્યું સ્વાગત


અહીં મોડી રાત્રે નાઇટ ક્લબ અને પબમાં યુવાઓને નશો વેંચવામાં આવે છે. યુવાઓ દ્વારા નશો કર્યા બાદ ઈન્દોરના રસ્તાઓ પર આ પ્રકારના ઝગડા કરવા સામાન્ય વાત થઈ ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube