ઇંદોર : મધ્યપ્રદેશના ઇંદોરમાં આવેલ એક મદરેસામાં 10 વર્ષીય યુવતીનાં યૌન શોષણનાં આરોપમાં મંગળવારે એક આધેડ ઉંમરનાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી. જિલ્લામાં ગત્ત સાત દિવસ દરમિયાન એક ચોથો કેસ છે જેમાં ઓછી ઉંમરની યુવતી લૈંગિક ગુનાથી પીડિત થયા બાદ પોલીસની પાસે પહોંચી છે. ખજરાનાં પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ જણાવ્યું કે, પીડિત યુવતીનાં પરિવારજનોની ફરિયાદ પર રોશ નગર વિસ્તારમાં એક મદરેસાનાં મૌલાના અબ્દુલ રઉફ (52)ની ધરપકડ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે, રવિવારે રઉફએ યુવતીને મદરેસાનાં એક ખુણામાં લઇ જઇને કથિત રીતે અશ્લીલ હરકતો કરી.યુવતીએ આ વાત પોતાનાં માતા-પિતાને જણાવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

POCSO એક્ટ હેઠળ કેસ દાખલ
અધિકારીએ જણાવ્યું કે, પીડિત યુવતી પોતાનાં પરિવારજનોની સાથે જ્યારે ખજરાનાં પોલીસ સ્ટેશન પહોંચી, તો પોલીસે તેને થોડા સમય માટે રોકાવા જણાવ્યું. બીજી તરફ પોલીસ રઉફને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી. પોલીસે મૌલાનાં સામે જ યુવતી સાથે વાત કરી.તો તેણે પોતાનાં અધ્યાપકની ગંદી કરતુત વિશે માહિતી આપીતેમણે જણાવ્યું કે, આરોપીઓની વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની કલમ 354 (સ્ત્રીની લજ્જા ભંગ કરવાની નીયતથી તેના પર હૂમલો અથવા ગુન્હાનો બળ પ્રયોગ)અને લૈંગિક ગુનાઓતી બાળકોના સંરક્ષણ અધિનિયમ (પોક્સો એક્ટ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિસ્તૃત તપાસ ચાલી રહી છે. 


એક પછી એક આવા કિસ્સાઓ આવી રહ્યા છે સામે
ઇંદોર જિલ્લામાં 27 સપ્ટેમ્બરથી માંડીને અત્યાર સુધી 10 વર્ષની બાળકોઓ સાથે યૌન શોષણ અને દુષ્કર્મનાં ચાર અલગ- અલગ કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તેમાં બે કેસમાં સગી બહેનોને તેમનાં પરિવારનાં પરિચિતોએ જ કથિત રીતે હવસનો શિકાર બન્યા હતા