નવી દિલ્હી : આર્થિક મંદી વચ્ચે મોદી સરકાર માટે એક ખુશખબરી સામે આવ્યા છે. જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો થયો છે. જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન દર વધીને 4.3 ટકા થઇ ચુક્યું છે. આ અગાઉ જુનમાં ઔદ્યોગિક ઉત્પાદન 2 ટકા હતું. 
સરકાર માટે રાહતના સમાચાર
આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં પણ વધારો થયો છે. જુલાઇમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 1.6 ટકા હતો, જે ઓગષ્ટમાં વધીને 4.2 ટકા થઇ ચુક્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઇનિંગ સેક્ટરનાં ગ્રોથમાં વધારો
મહિના દર મહિને આધારે જુલાઇમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનાં ગ્રોથ 1.2 ટકાથી વધીને 4.2 ટકા રહ્યું છે. જ્યારે માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 1.6 ટકાથી વધીને 4.9 ટકા પર પહોંચી ચુક્યો છે. જો કે જુલાઇ વિજળીનું ઉત્પાદન ઘટ્યું છે અને તે જુનનાં 8.2 ટકાથી ઘટીને 4.8 ટકા પર આવી ચુક્યું છે. 

છુટક મોંઘવારી દરમાં વધારો
ઓગષ્ટમાં રિટેઇલ મોંઘવારી દરનાં વધારો થયો છે. જુલાઇનાં 3.15 ટકાથી વધાની 3.21 ટકા પર પહોંચી ચુકી છે. આ અવધીમાં કંજ્યુમર, ફુડ પ્રાઇસ ઇંફ્લેશન જુલાઇ 2.6 ટકાથી વધીને 2.99 ટકા પર આવી ગયું છે. ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારાથી દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત છે. કારણ કે ગત્ત ઘણા મહિનાઓથી સતત આર્થિક મોર્ચા પર આંકડો નીચે ગબડી રહ્યો હતો. 

કોર સેક્ટર્સે કર્યા નિરાશ
ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં 8 કોર સેક્ટર્સના વિકાસમાં પણ ઘટાડો નોંધાયો હતો.  જુલાઇ મહિનામાં 8 કોર સેક્ટર્સનો ગ્રોથ ઘટીને 2.1 ટકા પર આવી ચુકી છે. જ્યારે ગત્ત વર્ષે આ જ સમયગાળા દરમિયાન એટલે કે જુલાઇ 2018માં તે 7.3 ટકાની સપાટીએ હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ પ્રયાસ છતા ઉદ્યોગોનો વૃદ્ધીદરમાં કોઇ વધારો થઇ શક્યો નહોતો. જો કે ગત્ત વર્ષે એપ્રીલ- મેના ત્રિમાસીકની તુલનાએ એપ્રીલ- જુલાઇ દરમિયાન પ્રોડક્શન 3 ટકાનો વધારો નોંધાયો છે. આઠ મુખ્ય ઉદ્યોગોમાં કોલસો, ક્રુડ, ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સીમેન્ટ અને ઇલેક્ટ્રિસિટીનો સમાવેશ થાય છે.