નવી દિલ્હીઃ ઓટો ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ બુધવારે નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે મુલાકાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર જીએસટી ઘટાડવા અને મંદીનો સામનો કરવા માટે રાહત પેકેજ આપવામી માગણી કરી છે. ઓટો ઈન્ડસ્ટ્રી સામે રહેલા પડકારો તરફ તેમણે નાણામંત્રીનું ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઓટો ક્ષેત્રના વેચાણમાં અત્યારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 2 લાખ લોકોને રોજગાર ગુમાવવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રીને મળનારા ઓટો ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોમાં મારુતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અધ્યક્ષ (વ્હીકલ સેગમેન્ટ) અને સિયામના અધ્યક્ષ રાજન વાઢેરાની સાથે જ ઓટો એન્સિલરી સેક્ટર અને સંગઠનના એસીએમએ અને ડીલરોના સંગઠન એપડીએના પ્રતિનિધિ સામેલ હતા. તેમણે જણાવ્યું કે, ઓટો ક્ષેત્રમાં માગના સુધારા માટે ફોર વ્હિલ ગાડીઓ પ ર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જરૂર છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....