નવી દિલ્હી : કેરળની દુર્ઘટના મુદ્દે ત્યાંની સરકારને વર્ષ 2016માં જ માહિતી આપી દેવાઇ હતી. તેમ છતા પણ આ દુર્ઘટનાના કારણે થનારા સંભવીત નુકસાન મુદ્દે કેરળની રાજ્ય સરકાર અને અન્ય ઇમરજન્સી સેવાઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. શુક્રવારે જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)ના સ્પેશ્યલ સેન્ટર ફોર ડિઝાસ્ટર રીસર્ચે કેરળમાં આવેલા પુર અંગે પોતાનાં સર્વે રિપોર્ટમાં આ અંગે ખુલાસો કર્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કેરળમાં આવેલ પુરના કારણ ઉપરાંત સરકાર અને સંબંધિત વિભાગોની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જો યોગ્ય સમયે મેનેજમેન્ટ  અને વ્યવસ્થા કરવામાં આવી હોત તો નુકસાન ટાળી શકાયું હોત . કેરળ ઇમરજન્સી મેનેજમેન્ટ અંગે લાંબા સમયથી કામ કરી રહેલ જેએનયુનાં પ્રોફેસર પ્રો. અમિતા સિંહે કહ્યું કે, સરકારની બેદરકારીએ પુરને ભયંકર બનાવી દીધું. બે વર્ષ પહેલા જ સરકારને આ અંગે માહિતી અપાઇ હતી. 

પ્રોફેસરનાં અનુસાર કેરળ સરકારે રેડ એલર્ટ ઇશ્યું કરવાના નામે માત્ર સોશ્યલ મીડિયા પર સંદેશાઓ આપ્યા. પરિસ્થિતી એવી થઇ કે વિકસિત કહેવાતા આ રાજ્યમાં તમામ લોકો સોશ્યલ મીડિયા પર સક્રિય નથી. રિપોર્ટમાં ઇડુક્કી બંધના પાંચેય ગેટને એક સાથે ખોલવાનાં કારણે હોનારત સર્જાયાનું પણ કેહવાયું છે. બંધ ખોલવાને કારણે સ્થિતી વધારે વણસી ગઇ.પ્રો. અમિતાએ જણાવ્યું કે જ્યારે ટીમ કેરળ રિસર્ચ માટે ત્યાં પહોંચી તો ત્યાની પરિસ્થિતી ખુબ જ ભયજનક હતી.