Nafe Singh Rathi Death: INLD ના હરિયાણા અધ્યક્ષ નફે સિંહ અને એક સુરક્ષાકર્મીની ગોળી મારી હત્યા
હરિયાણાના ઇજ્જર જિલ્લામાં INLDના પ્રદેશ અધ્યક્ષ અને બહાદુરગઢના પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેમના પર આ હુમલો ઇજ્જરના બરાહી ફાટક પાસે થયો છે.
ચંદીગઢઃ Attack on Nafe Singh Rathi: ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના પ્રદેશ અધ્યક્ષ અને બહાદુરગઢના પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની આજે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. રાઠી પર રવિવારે જીવલેણ હુમલો થયો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ઘટનામાં રાઠીના એક સાથીનું પણ મોત થયું છે, જે તેમની સાથે વાહનમાં સવાર હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તેમનું વાહન બરાહી ફાટક પરથી પસાર થઈ રહ્યું હતું, તેમના વાહન પર ગોળીબારી કરવામાં આવી હતી.
આ ઘટનામાં રાઠી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબારીમાં ઈજાગ્રસ્ત ત્રણ અન્ય લોકો રાઠીના સુરક્ષાકર્મી હતા. હુમલો કરનારની ઓળખ થઈ શકી નથી, પરંતુ સ્થાનીક લોકો પ્રમાણે હુમલો કરનાર આઈ-10 વાહનમાં સવાર થઈ આવ્યા હતા અને રાઠી પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. ગોળીબારીનો અવાજ સાંભળી સ્થાનિક લોકો ત્યાં ભેગા થયા હતા. ઘટનાના ફુટેજ સામે આવ્યા છે, જેમાં કારમાં ચારે તરથી ગોળી મારવામાં આવી હતી.
ઇજ્જરના એસપીએ આપી ઘટનાની જાણકારી
રાઠી સહિત તમામ ઈજાગ્રસ્તોને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર કરી રહેલા ડોક્ટર પ્રમાણે નફે સિંહની ગરદન, કમર અને જાંઘ પર ગોળીઓ વાગી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે અન્ય એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે અન્ય ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. આ ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ પહોંચી હતી. ઇજ્જરના એસપી અર્પિત જૈને શરૂઆતી નિવેદનમાં કહ્યું- અમને ગોળીબારની સૂચના મળી છે. સીઆઈએ અને એસટીએફ કામ કરી રહી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. તે સતત બે વિધાનસભા ચૂંટણીમાં બિનહરીફ ધારાસભ્ય થયા હતા. આ સિવાય બહાદુરગઢ કોર્પોરેશના ચેરમેન રહી ચૂક્યા છે.