નવી દિલ્હી : રાજધાનીમાં ગણતંત્ર દિવસની પરેડનાં 4 દિવસ પહેલા ગુપ્તચર એજન્સીએ એક મોટુ એલર્ટ ઇશ્યું કર્યું છે. ઇન્ટેલિજન્સે રાજધાની અને તેની આસપાસનાં વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ ઘુસ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમની સંખ્યા 5થી6 જણાવવામાં આવી રહી છે. દેશની ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળી છે કે તેમાંથી કેટલાક તો બે મહિના પહેલા જ દિલ્હીમાં ઘુસી ચુક્યા છે. જો કે તેઓ દિલ્હીમાં ક્યાં છુપાઇને બેઠેલા છે તે અંગે કોઇને કોઇ જ માહિતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરભારતમાં બરફ"વર્ષા"નો ડબલ એટેક, કમોસમી વરસાદથી દિલ્હીમાં અંધારપટ

પોલીસને જે ઇનપુટ મળ્યા છે, તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આ આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા અને હિજબુલ મુજાહિદ્દીનની છે. શંકા છે કે તેમની પાસે કેટલાક વિસ્ફોટક સામગ્રી પણ હોઇ શકે છે. ડર એવો પણ છે કે તેમાંથી કેટલાક ફિદાયીન હોઇ શકે છે. એવામાં દિલ્હીનાં તમામ ભીડભાડવાળા સ્થળો જેવા કે આઇએસબીટી, રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષાની દ્રષ્ટીએ એલર્ટ જાહેર કરી દેવાયું છે. 


આનંદો! 1 ફેબ્રુઆરીથી કેન્દ્રનાં તમામ વિભાગોમાં લાગુ થશે આર્થિક અનામત

દિલ્હીનાં મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને મંદિરોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસની તરફથી તમામ 15 જિલ્લાનાં ડીસીપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ અફાયા છે કે તેઓ 26 જાન્યુઆરી સુધી તમામ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ વધારે જેથી તેમની પ્રેઝન્સ હોવામાં એસએચઓ અને અન્ય લોકલ પોલીસ કર્મચારીઓ એલર્ટ પર રહે. રાત્રે બેરિકેડિંગ કરીને સતત શંકાસ્પદ લોકોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.