નવી દિલ્હી : દેશની પહેલી પરમાણુ સબમરીન આઇએનએસ અરિહંતે સોમવારે પોતાનું પહેલુ પેટ્રોલિંગ અભિયાન પુર્ણ કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ આઇએનએસને દેશને સમર્પિત કરતા તેને ધનતેરસની ગીફ્ટ ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અરિહંતનો અર્થ છે, દુશ્મનને નષ્ટ કરવો. તેમણે કહ્યું કે, અરિહંતનો અર્થ છે. દુષ્મનોને નષ્ટ કરવા. તેમણે કહ્યું કે, આઇએનએસ અરિહંત સવાસો કરોડ ભારતીયો માટે સુરક્ષાની ગેરેન્ટી જેવું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ આપણા માટે એક મોટી ફલશ્રુતી છે. ભારતના દુશ્મનો અને શાંતિના દુશ્મનો માટે ખુલ્લો પડકાર છે કે તેઓ હવે કોઇ દુસ્સાહસ ન કરે. આ ન્યૂક્લિયર બ્લેકમેલિંગનો જવાબ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇએનએસ અરિહંત જળ, જમીન અને આકાશમાં માર કરવા સક્ષમ છે. તેને ન્યૂક્લિયર ટ્રાયડ પણ કહેવામાં આવે છે એટલે કે ત્રણ સ્તર પર પરમાણુ સુરક્ષા. ભારત પાસે જમીનથી લાંબા અંતરના લક્ષ્યોને નિશાન બનાવવા અગ્નિ મિસાઇલો ઘણી પહેલાથી હાજર હતી. તે ઉપરાંત ન્યૂક્લિયર વોરહેડ પણ લઇ જવા સક્ષમ ફાઇટર એરક્રાફ્ટ્સ પણ હતા. ક્યારેક માત્ર સમુદ્રથી પરમાણુ હૂમલાના મોર્ચા પર હતા. 



વડાપ્રધાન મોદીએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે, અમારા પાડોશમાં પરમાણુ હથિયારોનો વધારા વચ્ચે વિશ્વસનીય પરમાણુ ક્ષમતા ખુબ જ જરૂરી છે. અરિંહ દ્વારા આપણે પડકારોને પહોંચી વળવા સક્ષમ રહીશું અને આકરો જવાબ આપી શકીશું. અરિંહ સવાસો કરોડ દેશવાસીઓ માટે સુરક્ષાની ગેરેન્ટી છે.