Inside Story: કતારમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયોના કેવી રીતે જીવ બચ્યા? જાણો ભારતની મોટી કૂટનીતિક ઉપલબ્ધિ વિશે
Qatar India Relations: કતરથી દરેક ભારતીયોને ખુબ ખુશ કરી નાખે તેવા સમાચાર આવ્યા છે. ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. 8 પૂર્વ નેવી કર્મચારીઓને મોતની સજા અપાઈ હતી ત્યારથી તેમના પરિવાર સહિત આખો દેશ ટેન્શનમાં હતો. પણ હવે મોદી સરકારના પ્રયત્નોથી સજા ઓછી થઈ છે.
Qatar Indian Prisoners Verdict: આખરે એ જ થયું જેની આશા કરવામાં આવી રહી હતી. કતરે 8 ભારતીય પૂર્વ નેવી કર્મચારીઓની મોતની સજાને ઘટાડી દીધી છે. ત્યાંની એક કોર્ટે પૂર્વ ભારતીય નૌસેનિકોને આ સજા આપી હતી પરંતુ મોદી સરકારની કોશિશોએ રંગ રાખ્યો. ખાસ વાત એ છે કે પોતાના લોકોના જીવ બચાવવા માટે પડદા પાછળ પીએમ મોદી પોતે એક્ટિવ હતા. વિદેશી મામલાઓના એક્સપર્ટ સુશાંત સરીને તેને સ્પષ્ટ રીતે ઈન્ડિયન ડિપ્લોમસીની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આવું એટલા માટે કારણ કે ભારત સરકારે પોતાની તમામ રાજનીતિક અને કૂટનીતિક શક્તિઓનો ઉપયોગ કર્યો. કતારની સરકાર સાથે પડદા પાછળ વાતચીત કરી. તેને મીડિયામાં જાહેર કરાઈ નહી. જેમાં પ્રધાનમંત્રી, વિદેશમંત્રી અને ત્યાં આપણા દૂતાવાસ...આ કાર્યવાહીમાં સામેલ હતા.
જ્યારે થોડા સમય પહેલા દુબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીની મુલાકાત થઈ ત્યારે લાગ્યું હતુ કે હવે કઈક ઉકેલ આવી જશે. ત્યારે જે નિર્ણય હવે આવ્યો કે કતારની અપીલ કોર્ટે સજા ઓછી કરી છે, પરિવારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટનાક્રમને ભારત માટે મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. આખરે મોદી સરકારે આમ કેવી રીતે કર્યું તે દરેક જણ જાણવા માંગે છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube