નેપાળ ફાયરિંગની Inside Story : ભારતીય નાગરિક અને નેપાળી વહુ મુદ્દે થયુ ધીંગાણું
બિહારનાં સીતામઢી જિલ્લા પર રહેલી નેપાળની સીમા પર શુક્રવારે નેપાળ સીમા પોલીસનાં જવાનોનાં કથિત ગોળીબારમાં એક સ્થાનિક સ્થાનીક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે અને અન્ય બે લોકો ઘાયલ થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, 45 વર્ષીય ભારતીય નાગરિક લગન યાદવને નેપાળ સીમા પોલીસે કસ્ટડીમાં લીધા છે. સશસ્ત્ર સીમા દળ (SSB) ના મહાનિર્દેશક કુમાર રાજેશ ચંદ્રએ જણાવ્યું કે, ઘટના સવારે લગભગ 8.40 વાગ્યે નેપાળી સીમાની અંદર થયું.
નવી દિલ્હી : બિહારનાં સીતામઢી જિલ્લા પર રહેલી નેપાળની સીમા પર શુક્રવારે નેપાળ સીમા પોલીસનાં જવાનોનાં કથિત ગોળીબારમાં એક સ્થાનિક સ્થાનીક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે અને અન્ય બે લોકો ઘાયલ થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, 45 વર્ષીય ભારતીય નાગરિક લગન યાદવને નેપાળ સીમા પોલીસે કસ્ટડીમાં લીધા છે. સશસ્ત્ર સીમા દળ (SSB) ના મહાનિર્દેશક કુમાર રાજેશ ચંદ્રએ જણાવ્યું કે, ઘટના સવારે લગભગ 8.40 વાગ્યે નેપાળી સીમાની અંદર થયું.
CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, UP માં 50 સ્થળો પર વિસ્ફોટની ચેતવણી
ચંદ્રાએ જણાવ્યું કે, સ્થિતી હાલ સામાન્ય છે અને અમારા સ્થાનિક કમાન્ડરનાં તત્કાલ નેપાળી સમકક્ષ એપીએફનો સંપર્ક સાધ્યો. એસએસબીનાં મહાનિરીક્ષક (IG) પટના ફઅરંટિયર સંજય કુમારે જણાવ્યું કે, ઘટના સ્થાનિક લોકો અને નેપાળ સશસ્ત્ર પોલીસ દળ (APF) ની વચ્ચે થઇ હતી. આઇજીએ જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે, 22 વર્ષીય વિકેશ યાદવને પેટમાં ગોળી વાગી હતી. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ઉદય ઠાકુર (24) અને ઉમેશ રામ (18) ઘાયલ થયા છે અને તેમને બિહારની રાજધાની પટનાથી 85 કિલોમીટર દુર સીતામઢીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
નક્શા પર વિવાદ વચ્ચે નેપાળ તરફથી ફાયરિંગ, 1નું મોત 3 લોકો ઘાયલ
કુમારે જણાવ્યું કે, સ્થાનીક લોકો પાસેથી મળતી પ્રાથમિક અહેવાલ અનુસાર એપીએફનાં જવાનોએ લગન યાદવની પુત્રવધુની સારવારમાં હાજર રહેવા અંગે વિરોધ વ્યક્ત કર્યો જ્યારે તેમને ભારતમાં હાજર કેટલાક લોકો સાથે વાતચીત કરતા જોયા હતા. તેમણે જણાવ્યું કે, લલ્ન યાદવની પુત્રવુધ નેપાળી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનીક લોકોના સીમાની બંન્ને તરફ સંબંધો હોય છે. જ્યાં કોઇ પ્રકારની વાડ હોતી નથી જેના કારણે લોકો સીમાની બંન્ને તરફ સંબંધીઓને મળવા માટે આવતા જતા રહે છે.
રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ, CM ગહલોતે રાજ્યસભા ચૂંટણી મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ
તેમણે જણાવ્યું કે, એપીએફ કર્મચારીઓએ આ મુલાકાત અંગે વિરોધ વ્યક્ત કર્યો ત્યાર બાદ નેપાળ પોલીસનાં કર્મચારીઓએ સ્થાનિક લોકો વચ્ચે વિવાવદ થયો અને ઘટના સ્થળ પર ભારત તરફથી 75થી 80 લોકો એકત્ર થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, એપીએફનો દાવો છે કે તેમાં ટોળાને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો, પરંતુ ત્યાર બાદ હથિયાર છીનવવાનો પ્રયાસ થશે તેવી આશંકાને પગલે લોકો પર નિશાન સાધીને ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં 1 વ્યક્તિનું મોત જ્યારે 2 ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે, આ ઘટના સીમામઢી જિલ્લાનાં જાનકીનગર અને નેપાળનાં સરલાહી વચ્ચે થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક પોલીસનાં વરિષ્ઠ અધિકારી, તંત્ર અને એસએસબીનાં અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે.
કોરોનાના દર્દીઓ સાથે જાનવર કરતા ખરાબ વર્તાવ, ડેડબોડી સાથે રહેવા મજબૂર: સુપ્રીમ કોર્ટ
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારની સુરક્ષા એસએસબીની 51મી બટાલીયનની જવાબદારી છે અને આ વિસ્તાર પીલ્લર નંબર 319 અંતર્ગત આવે છે. ભારત - નેપાળ વચ્ચે 1751 કિલોમીટર લાંબા અંતરની સુરક્ષાની જવાબદારી એસએસબીની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube