નવી દિલ્હી : ગૌહત્યાની શંકામાં હિંસક થયેલા ટોળાએ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહનાં માથામાં ગોળીમારીને હત્યા કરી દીધી. ગોળી વાગ્યા બાદ પણ ટોળાએ તેમને માર માર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન આ ખુલાસો થયો હતો કે તેમની ડાબી આંખ પાસે ગોળી લાગવાનાં કારણે તેમનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર સુબોધ કુમાર સિંહ રાઠોડ મુળ રીતે એટાનાં તરગવા ગામનાં રહેવાસી હતા. તેમનાં પિતા રામ પ્રકાશ યૂપી પોલીસમાં જમાદાર હતા. તેમનાં પિતા પોલીસ ઘર્ષણ દરમિયાન ગોળી વાગવાનાં કારણે શહીદ થયા હતા. મૃતક આશ્રિતોમાં સુબોધને પોલીસ વિભાગમાં જમાદાર તરીકે નોકરી મળી હતી. ત્યાર બાદ વર્ષ 2017માં ઇન્સપેક્ટર પદ પર પ્રમોટ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન વિધાનસભા જંગમાં 319 'રામ' મેદાને, કોને મળશે ગાદી અને કોને થશે વનવાસ ?...

સુબોધનો પરિવાર ગ્રેટર નોએડા વેસ્ટ ખાતે ગૌર સિટી સોસાયટીમાં રહે છે. તેનાં બે પુત્રો છે. મોટો પુત્ર શ્રેય દિલ્હીમાં રહેની સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો છે અને બીએસસી કરી ચુક્યો છે. જ્યારે નાનો પુત્ર નોએડાની એક શાળામાં 12માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ ગ્રેટર નોએડાનાં જારચા, બાદલપુર અને દાદરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુક્યા છે. 


ધર્મના નામે થતી હિંસાના વિરોધી હતા મારા પિતા: સુબોધકુમારનાં પુત્રની હૃદય સ્પર્શી વાત...

સુબોધ કુમારનાં પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે તેમની ડાબી આંખ પાસે ગોળી લાગવાનાં કારણે તેમનાં શરીર પર તથા ઘુટણ અને કમર, ખભા અને પીઠ પર ડંડાનો માર મરાયો હોવાનાં નિધાન મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે ટોળાએ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહની સર્વિસ રિવોલ્વર અને વાયરલેસ સેટ છીનવી લીધો અને તેનાંથી જ તેમનાં માથામાં ગોળી મારી દીધી હતી.