ઝી બ્યૂરો: દુનિયામાં દરેક ક્ષેત્રે પુરુષોની બોલબાલા છે પણ આજના સમયમાં હવે મહિલાઓ પણ કોઈથી કમ નથી. જો મનમાં ધારી લે તો ભલે ગમે તે ઉંમર હોય પરંતુ સપના સાચા કરવાની હિંમત મહિલાઓમાં પણ છે. મહિલાઓએ અનેક પડકારોનો સામનો કરીને બીજાને પ્રેરણા આપતા કાર્ય પાર પાડ્યા છે. આવા જ એક મહિલા કે જેમણે 77 વર્ષની ઉંમરે પોતાના સપના સાકાર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં જ્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો હતો, કામધંધા બંધ હતા, લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી, ચારેબાજુ લોકડાઉન હતું ત્યારે મુંબઈના પ્રાર્થના સમાજ રોડ પર બનેલા કે.એન. ભાટિયા ચાલમાં રહેતા 77 વર્ષના ઉર્મિલાબેન જમનાદાસ આશરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને તેને સફળતાના મુકામે પહોંચાડ્યો. The Better India ના એક અહેવાલ મુજબ ઉર્મિલા દાદી સવારે 5.30 વાગે ઉઠે છે. વહુ રાજશ્રી અને પૌત્ર હર્ષ માટે ચા નાસ્તો બનાવે છે. નાસ્તો કરતા કરતા અખબાર વાંચે છે. ત્યારબાદ 7 વાગ્યાથી રસોડામાં કામે લાગે છે. તેમના બનાવેલા નમકીન, ખાખરા વગેરે મુંબઈના લોકો ખુબ પસંદ કરે છે. રાજશ્રી અને અન્ય એક વ્યક્તિની મદદથી ગુજ્જુબેન બપોરથી ઘરમાં બનાવેલી વસ્તુની ડિલિવરી શરૂ કરે છે. 


ઉર્મિલાદાદીએ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. પણ હાર ન માની અને સમગ્ર પરિવારની હિંમત બન્યા. દીકરીનું માત્ર 2.5 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું. અનેક વર્ષો બાદ તેમનો એક પુત્ર બ્રેઈન ટ્યૂમર અને બીજો પુત્ર હ્રદયની બીમારીથી મૃત્યુ પામ્યા. તેમના પાસે જો કોઈ બચ્યું તો તે હતો માત્ર પૌત્ર હર્ષ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube