નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગૃહમંત્રીનાં વિશેષ સંચાલન પદક રચના કરવાને સ્વિકૃતી આપી દીધી છે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોનાં પોલીસ અધિકારી, કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ), કેન્દ્રીસ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએળ) તથા વિશેષ સંચાલનોમાં સમાવિષ્ટ સુરક્ષા સંગઠનોનાં અધિકારીઓ આ પદકથી સન્માનિત થશે. ગૃહમંત્રાલયે ત્રણ અન્ય પદકોની પણ રચના કરી છે. આ પદકોમાં આંતરિક સુરક્ષા પદક, અસાધારણ આસૂચન પદક તથા ઉત્કૃષ્ટ તથા અતિ ઉત્કૃષ્ટ  સેવા પદકનો પણ સમાવેશ થાય છે. આ પદક વાર્ષિક સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે. ગૃહમંત્રી વિશેષ સંચાલન પદક તથા અસાધારણ આસુચન પદક સ્વતંત્ર દિવસ 15 ઓગષ્ટે આપવામાં આવશે. બીજી તરફ આંતરિક સુરક્ષા પદક તથા ઉત્કૃષ્ણ અને ઉત્કૃષ્ટ સેવા પદ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસાધારણ આસૂચન પદક કેન્દ્ર સરકારના ગુપ્તચર સંગઠનનાં અધિકારીઓ તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ગુપ્તચર વિભાગ, શાખા, વિશેષ શાખા, અથવા એકમોનાં અધિકારીઓ, સીપીઓ, સીએપીએફ, અસમ રાઇફલ્સ તથા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્નાં અધિકારીઓએ તેનાં અસાધારણ ઉત્સાહ અને ગુપ્ચર સૂચનાઓ પ્રાપ્ત કરવામાં કુશળતા માટે આપવામાં આવશે. આંતરિક સુરક્ષા પદકો રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલીસ કર્મચારીઓ, સીપીઓ, સીએપીએફ, સુરક્ષા સંગઠન કર્મચારીઓને જમ્મુ અને કાશ્મીર રજ્ય, વામ ચરમપંથી ક્ષેત્ર, પુર્વોત્તર ક્ષેત્રોની આંતરિક સુરક્ષામાં પ્રત્યેક બે વર્ષમાં સંચાલનકર્તવ્ય નિભાવવા માટે આપવામાં આવશે.

ઉત્કૃષ્ટ તથા અતિ-ઉત્કૃષ્ટ સેવા પદક સીએપીએફ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પોલીસ દળો, સીપીઓ, એઆર, એનએશજી, હોમગાર્ડ તથા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સીએપીએફનાં સ્થાયી પોલીસ કર્મચારીઓને 15 અને 25 વર્ષોની લાંબી સેવા તથા ઉત્તમ સેવા રેકોર્ડને જોતા આપવામાં આવશે. 

ગૃહમંત્રીનો વિશેષ સંચાલન પદક, આંતરિક સુરક્ષા પદક અને અસાધારણ આસૂચન પદક આફવા માટે કોઇ સીમા-ક્વોટા નહી હોય. જો કે ક્રમશ ઉત્કૃષ્ટ તથઆ અતિ ઉત્કૃષ્ટ સેવા પદક માટે પાત્રતા શરતોની સાથે રેંક અનુસાર કોન્સ્ટેબલ, એચસી, એએસઆઇ, એસઆઇ, ઇન્સપેક્ટર, ડેપ્યુટી એસપી અને તેની ઉપરનાં દળ કર્મચારીઓની સ્વીકૃતી સંખ્યા દળનાં એક ટકા તથા 0.5 ટકાની સીમા હશે.