નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓએ શુક્રવારે દિલ્હી પોલીસ (Delhi Police) અને બીજી એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યું છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ના ઇશારા પર ખેડૂત આંદોલન (Farmer's Protest)માં હિંસા ભડકી શકે છે અને તોડફોડ થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોના પ્રદર્શનને મદ્દેનજર દિલ્હીમાં એલર્ટ
તમને જણાવી દઇએ કે આજે 26 જૂનના રોજ ખેડૂત પ્રદર્શનકારી દેશભરમાં કેંદ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Agriculture Laws) ના વિરૂદ્ધ પ્રદર્શન કરશે. સત્તાવાર સૂત્રોના, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ ઇંડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ને એલર્ટ કર્યું છે. ગુપ્તચર એજન્સીએ એક લેટર મોકલી દિલ્હી પોલીસને એલર્ટ કર્યું. 

Operation Hanjipora: સેનાના જવાને કંઇક આવ્યું કહ્યું, આતંકવાદીએ તાત્કાલિક કરી દીધું સરેંડર, જુઓ Video


આજે આ ત્રણ સ્ટેશન રહેશે બંધ
જાણી લો કે ખેડૂતોના પ્રદર્શનના જોતા આજે દિલ્હીમાં સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી છે.  ખેડૂત આંદોલન (Kisan Aandolan) ને 7 મહિના પુરા થતાં તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની આંશકા છે. તેના લીધે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ શનિવારે યલો લાઇન (Yellow Line) ના 3 મુખ્ય મેટ્રો સ્ટેશન (Metro Station) 4 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત આંદોલનને આજે 7 મહિના પુરા થઇ જશે. ખેડૂત આંદોલનને જોતા દિલ્હીના ત્રણ મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા છે. મેટ્રો સ્ટેશન યુનિવર્સિટી, સિવિલ લાઇસન્સ અને વિધાનસભા સ્ટેશન બંધ છે, અહીં ટ્રેન નહી રોકાઇ. 


અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના ઘણા સંગઠન દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનમાં આજે સામેલ થઇ શકે છે. તોડફોડ અને ઉપદ્વવની આશંકાને જોતાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube