નવી દિલ્હી : આ વખતે સરકાર તરફથી બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવશે અને તે કામચલાઉ બજેટ હશે. 31 જાન્યુઆરીથી ચાલુ થનારા બજેટ સત્રને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદીય મુદ્દે જોડાયેલી કમિટી (CCPA)ની તરફથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણઆમંત્રાલયમાં 2019-20 માટે અંતરિમ બજેટ તૈયાર કરવા માટેનું કામ પહેલાથી જ ચાલુ થઇ ચુક્યું છે. 1 ફેબ્રુઆરી 2019ના રોજ અંતરિમ બજેટ સંસદમાં નાણામંત્રી અરૂણ જેટલી રજુ કરશે. બજેટ ભાષણ માટે અલગ અલગ મંત્રાલયો પાસેથી પોતાના મંતવ્યો મંગાવવા અંગે પહેલા જ કહેવામાં આવી ચુક્યું છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનડીએ વર્તમાન સરકારનું આ અંતિમ બજેટ
અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા એનડી સરકારનું આ અંતિમ બજેટ છે. વર્ષ 2017થી રેલ બજેટ અને સામાન્ય બજેટ એક સાથે રજુ કરવામાં આવે છે. મોદી સરકાર રેર બજેટ અને સામાન્ય બજેટને અલગ અલગ રજુ કરવાની પરંપરાને રદ્દ કરી દીધી હતી. આ વખતે વચગાળાનું બજેટમાં મોદી સરકાર મિડલ ક્લાસને લોભાવવા માટે સેલરાઇડ ક્સાલને ઇનકમ ટેક્સમાં છુટ આપવાની જાહેરાત કરી શકે છે. 

સેલેરાઇડ ક્લાસને મળી શકે છે ફાયદો
સુત્રો અનુસાર નાણામંત્રાલય બચત સીમા વધારવા, પેન્શનર્સ માટે ટેક્સ લાભ અને હાઉસિંગ લોનનાં વ્યાજ પર વધારે છુટ આપવા જેવા વિકલ્પ અંગે પણ વિચાર કરી રહ્યું છે. ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત સમાચારો અનુસાર આ વખતે ફરીથી સેલરાઇડ ક્લાસને રાહત આપવાની આશા છે. તે ઉપરાંત સરકાર કસ્ટમ ડ્યૂટીમાં પણ પરિવર્તન લાવવા અંગે વિચાર કરી રહ્યું છે.