નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાક્ષરતાની દિશામાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. ત્યારે આવો જાણીએ કે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે અને શા માટે શરૂ થઈ? પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે અને કોણે ઉજવ્યો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સાક્ષરતા?
વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી પહેલાં સાક્ષરતા શું છે એ જાણવું ખુબ જ જરૂરી છે. સાક્ષરતા શબ્દ સાક્ષર પરથી આવ્યો છે. સાક્ષરનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ. એટલા માટે વિશ્વના તમામ દેશો તેમના દરેક નાગરિકો સુધી શિક્ષણ પહોંચાડવાના હેતુથી વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવે છે.


પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો વિશ્વ સાક્ષરતા દિવસ?
દર વર્ષે 8 સપ્ટેમ્બરે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાક્ષરતા દિવસ સૌ પ્રથમ 1966માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારે 1996થી દર વર્ષે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.


સાક્ષરતા દિવસનો ઇતિહાસ-
યુનેસ્કોએ 7 નવેમ્બર 1965ના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી 8 સપ્ટેમ્બર 1966થી દર વર્ષે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.


સાક્ષરતા દિવસ 2022ની થીમ-
દર વર્ષે સાક્ષરતા દિવસની ચોક્કસ થીમ હોય છે. વર્ષ 2021માં માનવ-કેન્દ્રિત પુનઃપ્રાપ્તિ માટે સાક્ષરતા અને ડિજિટલ વિભાજનને દૂર કરવીની થીમ પર ઉજવણી કરવામાં આવતી હતી. આ વર્ષે સાક્ષરતા દિવસ 2022ની થીમ ટ્રાન્સફોર્મિંગ લિટરસી લર્નિંગ સ્પેસ રાખવામાં આવી.


સાક્ષરતામાં ભારત ક્યાં છે?
વિશ્વના સાક્ષરતા દર કરતા ભારતનો સાક્ષરતા દર 84 ટકા ઓછો છે. વર્ષ 2011માં ભારતનો કુલ સાક્ષરતા દર 74.4 ટકા હતો. જેમાં પુરૂષ સાક્ષરતા 82.37 ટકા અને સ્ત્રી સાક્ષરતા 65.79 ટકા છે. ભારતમાં કેરળ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. જ્યારે બિહાર સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. તો ઉત્તર પ્રદેશનો પાંચ સૌથી ઓછા સાક્ષર રાજ્યોમાં સમાવેશ થાય છે.