નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (એલઓસી)ની બીજી તરફ બાલાકોટમાં આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યાના સમાચાર સમગ્ર દુનિયામાં હેડલાઇન્સ બની છે. અમેરિકન અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ કહ્યું કે 5 દાયકા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી કર્યો હુમલો. ‘ધ વોશિંગટન પોસ્ટ’એ કહ્યું કે, ભારતે પાકિસ્તાનમાં ઘૂસી આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા. આ કારણ પરમાણુ ક્ષમતા સંપન્ન બંને દેશોની વચ્ચે ભારે તણાવ ભર્યૂ વાતાવરણ ઉભુ થયું છે. ‘ધ વોલ સ્ટ્રિટ જર્નલ’એ કહ્યું કે, ભારતે પાકિસ્તાન પર બોમ્બમારો કરી પુલવામા હુમલાનો બદલો લીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર


ચીનના અખબાર ‘ચાઇના ડેલી’એ કહ્યું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી બોમ્બ ઝીંક્યા. આજ રીતે રુસના ‘રશિયા ટુડે’એ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓને બોમ્બથી ઉડાવ્યા. બ્રિટનના સમાચાર પત્ર ‘ધ ગાર્જિયન’એ લખ્યું કે ભારતે આતંકી હુમલા રોકવા માટે પાકિસ્તાન પર બોમ્બમારો કર્યો. આ રીતે જ ‘ધ ઓસ્ટ્રેલિયન’માં લખ્યું હતું કે, પાકિસ્તાન પર ભારતના બોમ્બ બ્લાસ્ટ બાદ બંને દેશોમાં તણાવ વધ્યો છે.


વધુમાં વાંચો: ભારતીય વાયુસેનાએ સુખોઈ-30નો પણ કર્યો ઉપયોગ, માત્ર 2 મિનિટમાં થયો વાસ્તવિક હુમલો


હવાઇ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાન સ્થિત સૌથી મોટો અડ્ડો નષ્ટ
ઉલ્લેખનીય છે કે ભારતે મંગળવારે સુર્યાસ્ત થયા પહેલા જ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા શિબિરને નષ્ટ કરી દીધા છે. જેમાં લદભગ 350થી વધારે આતંકવાદીઓ અને તેમના પ્રશિક્ષક માર્યા ગયા છે. પાકિસ્તાનના પુલાવામા આતંકી હુમલા બાદ આ આતંકવાદીઓએ તેમની સુરક્ષા માટે આ શિબિરમાં મોકલવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાનો આ હુમલો અત્યંત ત્વરિત અને સટીક હતો. સુત્રોએ જણાવ્યું કે, આ હુમલો કોઇ સૈન્ય સ્થળ પર નહીં, માત્ર આતંકી અડ્ડાઓ પર કર્યો છે અને આ હુમલાને રોકવાના ઉદેશ્યથી ‘સાવચેતી’ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.


વધુમાં વાંચો: પાકિસ્તાનની 5 ચોકી ઉડાવીને ભારતે આપ્યો સીઝફાયર ઉલ્લંઘનનો જવાબ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલા બાદ તેમની પહેલી ટિપ્પણીમાં રાજસ્થાનના ચુરૂમાં એક જનસભામાં કહ્યું હતું કે, ‘હું દેશના લોકોને જણાવવા ઇચ્છુ છું કે દેશ સુરક્ષિત હોથોમાં છે. દેશથી ઉપર કંઇપણ નથી. જો કે, હુમલાનો સીધો ઉલ્લેખ કરવામાં આ્યા નથી અને ના કોઇ વિગતવાર વાત કરવામાં આવી છે. ખાસ ગુપ્ત જાણકારીના આધાર પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલાની વિગતવાર વાત જણાવાતા વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકાર સંમેલનમાં કહ્યું કે ખાસ ગુપ્ત જાણકારી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ પુલવામા હુમલા બાદ ભારતમાં અન્ય આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યાં છે. બાર દિવસ પહેલા પુલવામા સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા હતા.’


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...