International Mother Language Day 2023: આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. 21 ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. માતૃભાષાનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે. પરંતુ ખુબ દુ:ખ સાથે એ વાત સ્વીકારવી પડે છે કે આપણી માતૃભાષા ગુજરાતીને એ માનપાન નથી મળી રહ્યા જે બીજે ઠેકાણે બીજી ભાષાને મળે છે. જેમ કે દક્ષિણમાં જે રીતે માતૃભાષા પ્રેમ જોવા મળે છે કે બંગાળમાં જાઓ તો બંગાળી, મહારાષ્ટ્રમાં મરાઠી વગેરે....આજના દિવસે આપણે નેમ લેવો પડશે કે આપણી માતૃભાષા ગુજરાતીની ગરીમા જાળવવા માટે આપણે વધુ પ્રયત્ન કરીશું. ગુજરાતની બાજુનું રાજ્ય એટલે મહારાષ્ટ્ર...અહીં પણ ગુજરાતીઓનું પ્રમાણ વધુ છે. એટલે ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ ગુજરાતી ભાષામાં શાળાઓ જોવા મળે છે. આજે આપણે તેના વિશે પણ વાત કરીશું. અત્યારના સમયમાં ગુજરાતી ભાષા વિશે જે સારા ખોટા પાસા જોવા મળી રહ્યા છે તેની વિગતવાર વાત કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ગુજરાતી શાળાઓ
બીજી બાજુ આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે અનેક ગુજરાતીઓ ત્યાં વસી ગયા જેના કારણે મહારાષ્ટ્રમાં પણ તમને ગુજરાતી કલ્ચર જોવા મળશે. ત્યાં ગુજરાતી શાળાઓ હજુ પણ છે. આ એવી શાળાઓ છે જે અંગ્રેજીની સુનામી સામે આજે પણ અડીખમ છે. આ શાળાઓમાંથી કેટલીક ઉત્તમ શાળાઓને બિરદાવવાનું કામ મુંબઈ ગુજરાતી સંગઠને શરૂ કર્યું છે. તેમની આ કવાયતને પરિણામે એવી 70 શાળાઓ પણ જોવા મળી છે જે સમય સાથે તાલ મેળવીને આગળ વધી રહી છે. 


આ શાળાઓ એવી શાળાઓ છે જેણે અત્યારના અંગ્રેજી માધ્યની ઝાકમઝોળ વચ્ચે પણ ગુજરાતીના પાયા ટકાવી રાખ્યા છે. હવે એમાંથી કેટલીક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને ‘માતૃભાષાની ઉત્તમ શાળા’ તરીકે બિરદાવવાનું મુંબઈ ગુજરાતી સંગઠને નક્કી પણ કર્યું છે. સંગઠને અલગ અલગ માપદંડોથી મૂલવીને ઉત્તમ શાળાનું બિરુદ શાળાને આપેલ છે. જેમાં પાયાકીય સુવિધા, શિક્ષકો, વાલીઓ, સંચાલકો ટ્રસ્ટીઓ, ભણતર કેવું છે તે વગેરે સામેલ છે. 


કરાય છે મૂલ્યોનું સિંચન
આ શાળાઓમાં ફક્ત ભણતરને જ નહીં પરંતુ અન્ય વિવિધ ક્ષેત્રો જેમ કે રમતગમત, મેન્ટલ મેથ્સ, સંગીત, નૃત્ય, લેખનકળા, વિજ્ઞાન અને આવિષ્કાર જેવા મામલાઓમાં પણ શાળાનું વહીવટતંત્ર અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ એકબીજાના પૂરક બનીને શાળાને પ્રગતિના પંથે લઈ જવાની ભાવના ધરાવે છે. 


ભારતમાં કોઈ ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતાના આધારે મત આપતા નથી-SC


નવી નવેલી દુલ્હને પહેલા 10 રૂપિયા માંગ્યા, પછી કર્યો જબરદસ્ત મોટો કાંડ.


નોટનો અડધો ટુકડો હશે તો પણ મળશે પૈસા! જાણો RBI નો નિયમ અને કેવી રીતે બદલાવવી નોટ


મન હોય તો માળવે જવાય
એવું કહેવાય છે કે ગમે તેટલું અઘરું કાર્ય હોય પણ જો મનમાં મક્કમ થઈને નક્કી કર્યું હોય કે આ કામ પાર પાડવાનું છે તો તે કરવામાં કોઈ સમસ્યા આવતી નથી. આ વાત આ શાળાઓ પૂરવાર પણ કરી બતાવે છે. અંગ્રેજીના વાવાઝોડા સામે માત્ર ટકી એટલું જ નહીં પરંતુ ખુબ સારી રીતે ટકી છે. આગવી શૈલીથી ચાલતી આ શાળાઓ આજે પોતાને પૂરવાર કરી રહી છે. 


ગુજરાતમાં ગુજરાતી ભાષાની આ છે દુ:ખદ વાત
ગુજરાતી વિશે ગુજરાતમાં વાત કરીએ તો અંગ્રેજીના વાવાઝોડા સામે ગુજરાતી ભાષા માટે એવું લાગે છે કે જાણે ટકવામાં મુશ્કેલી થઈ રહી હોય. વર્ષ 2020 અને 2022માં ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી ભાષાના વિષયમાં 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ ખુબ દુ:ખદ વાત કહી શકાય. અંગ્રેજી અત્યારના જમાનામાં કમ્યુનિકેશન માટે મહત્વની ભાષા છે પણ તેના કારણે આપણી માતૃભાષા ગુજરાતી પાંગળી બની રહી છે. આપણા પુસ્તકો પણ જોઈએ તો તેમાં તમને ગુજરાતી વ્યાકરણ સહિતની અનેક ભૂલો જોવા મળશે જે ધ્યાનમાં લેવાતી નથી. દૈનિક ભાષામાં તમે જો વ્યવહારમાં 500 શબ્દો બોલો તો એમાં 100થી વધુ શબ્દો તો અંગ્રેજીના આવી જતા હોય છે. આવામાં ગુજરાતી ભાષા પર પ્રભુત્વની તો વાત જ ક્યાં કરવી. 


કેટલાક એવા ગુજરાતી શબ્દો જે સાવ વીસરાઈ ગયા...
તમને એવા પણ કેટલાક ગુજરાતી શબ્દો જોવા મળશે જેના અંગ્રેજી શબ્દો એટલા બધા તે ચલણમાં પ્રચલિત બની ગયા છે કે તેના ગુજરાતી શબ્દો જ વીસરાઈ ગયા છે. જેમ કે ટિકિટ તો તેનું ગુજરાતી મૂલ્યપત્રિકા છે, કેરોસીનનું ગ્યાસ તેલ, કલેક્ટર નું જિલ્લા સમાહર્તા, રબરનું ગુજરાતી નામ ભૂંસણિયુ, મોબાઈલ એટલે ભ્રમણભાષ, રેડિયો (દૂરવાણી), લાઈટ એટલે પ્રજવલિકા વગેરે.....


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube