નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં છે. 55000 લોકો સાથે યોગ કરતા પહેલા તેમણે કહ્યું કે બિખરાવ વચ્ચે યોગ જોડવાનું કામ કરે છે. દુનિયાભરના યોગપ્રેમીઓને ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ. ઉત્તરાખંડ શરૂઆતથી યોગનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. દુનિયાભારમાં યોગ દિવસ ભારત માટે ગર્વનો વિષય છે. વિશ્વનો દરેક દેશ યોગ દિવસ ઉજવવા લાગ્યો છે. અત્રે જણાવવાનું કે અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ દેશભરમાં આ કાર્યક્રમોમાં સામેલ થશે. દહેરાદૂનમાં આ કાર્યક્રમ હિમાલયની ગોદમાં સ્થાપિત વન અનુસંધાન સંસ્થાન (એફઆરઆઈ)માં આયોજિત કરાયો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયા ભટ્ટ જેવું ફિગર બનાવવું હોય તો કરો આ યોગા, જાણો શું છે ફાયદા 


પીએમ મોદીના ભાષણના મહત્વના અંશો:


  • માં ગંગાની આ પવિત્ર ભૂમિ પર જ્યાં ચાર  ધામ સ્થિત છે. જ્યાં આદિ શંકરાચાર્યના ચરણ પડ્યા, જે ભૂમિએ સ્વામિ વિવેકાનંદને વારંવાર આકર્ષિત કર્યાં. ત્યાં યોગના દિવસે આપણા બધાનું હોવું એ કોઈ સૌભાગ્યથી કમ નથી.

  • દુનિયાના દરેક ભાગમાં લોકો યોગનું સ્વાગત કરે છે.

  • યોગ સમાજ અને લોકોને જોડવાનું કામ કરે છે.

  • દુનિયાની દરેક વ્યક્તિ હવે યોગને પોતાનો માનવા લાગી છે.

  • યોગ દિવસને યુએનમાં સૌથી ઓછા દિવસમાં માન્યતા મળી.

  • દહેરાદૂનથી લઈને ડબલિન સુધી, શિકાગોથી લઈને શાંઘાઈ સુધી યોગ જ યોગ છે.


દહેરાદૂનનો કાર્યક્રમ હિમાલય કી ગોદમાં સ્થાપિત વન અનુસંધાન સંસ્થાનમાં આયોજિત કરાયો છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ  હાજર છે. આ અવસરે રાવતે કહ્યું કે અટલજીએ બનાવ્યું અને મોદીજી ઉત્તરાખંડને સવારી રહ્યાં છે.


આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે લગભગ 5000 કાર્યક્રમોનું આયોજિન  થયું છે.

કેવી રીતે કરશો યોગ? શું છે ફાયદા જાણો તસવીરો દ્વારા 
 
મંત્રીઓ પણ યોગ કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, સુરેશ પ્રભુ, ઉમા ભારતી, રામ વિલાસ પાસવાન, રવિશંકર પ્રસાદ, ક્રમશ લખનઉ, નાગપુર, ચેન્નાઈ, રુદ્રપ્રયાગ, હાજીપુર અને પટણામાં  કાર્યક્રમોમાં સામેલ થશે. આ ઉપરાંત અન્ય મંત્રી અનંતકુમાર, જે પી નડ્ડા, નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ, અને પ્રકાશ જાવડેકર ક્રમશ બેંગ્લુરુ, શિમલા, ગ્વાલિયર, નોઈડા અને મુંબઈમાં હાજર રહેશે. યોગ દિવસ પર દુનિયાભરમાં યોગ સંબંધી કાર્યક્રમો આયોજિત થશે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે યોગાસન ભારતીય ઋષિઓ દ્વારા માનવજાતિને આપવામાં આવેલ સૌથી અનમોલ ઉપહારોમાંથી એક છે.

આ યોગ કરશો તો ઘટશે તમારું વજન, જાણો બીજા ઘણા ફાયદા 


પીએમ મોદીના હવાલે નિવેદનમાં કહેવાયું કે યોગ ફક્ત શરીરને ફીટ રાખનાર અભ્યાસ નથી  પરંતુ સારા સ્વાસ્થ્યનો પાસપોર્ટ છે. ફિટનેસ અને તંદુરસ્તીની કુંજી છે. યોગ ફક્ત એ અભ્યાસ નથી જે તમે સવારે કરો છો. પૂરી સમજદારી અને જાગરૂકતા સાથે તમારા દિવસભરના ક્રિયાકલાપ કરવું પણ યોગનું જ એક રૂપ છે.


નિવેદનમાં કહેવાયું કે યોગ સંયમ અને સંતુલનનો વાયદો કરે છે. માનસિક તણાવ પીડિત વિશ્વમાં તે શાંતિનું વચન આપે છે. ધ્યાન ભંગ  કરનારા વિશ્વમાં તે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ભયના વિશ્વમાં તે આશા, મજબુતી અને સાહસનું વચન આપે છે.


પીએમ મોદીએ વિભિન્ન યોગાસનવાળી તસવીરો પણ શેર કરી. તેમણે દુનિયાભારમાં વિભિન્ન સ્થાનો પર યોગ કરતા લોકોની તસવીરો શેર કરી. આ  અગાઉ પીએમ મોદી 2015માં નવી દિલ્હીના રાજપથ, 2016માં ચંડીગઢના કેપિટલ કોમ્પલેક્સ અને 2017માં લખનઉના રામાબાઈ આંબેડકર સભા સ્થળ પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.


દહેરાદૂન ખાતે યોગ  કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ મોદી બુધવારે રાતે દહેરાદૂન પહોંચ્યા હતાં. જોલીગ્રાંટ એરપોર્ટ પર ઉત્તરાખંડના રાજ્યપાલ કે કે પોલ, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવ, વિધાનસભા અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અજય ભટ, હરિદ્રારના સાંસદ રમેશ પોખરિયાલ નિશંક વગેરે સ્વાગતમાં હાજર રહ્યાં હતાં. મોદીએ રાજભવનમાં રાત પસાર કરી.