નવી દિલ્હીઃ ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે. યોગાસન કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કરવું? 
1. યોગાસન દરમિયાન ઢીલા કપડા પહેરો. 
2. યોગાસન માટે જાઓ ત્યારે તેના માટેની મેટ જરૂર સાથે રાખો. 
3. સમતળ સ્થળાન પર યોગાસન કરો. જ્યાં ઊંચી-નીચી જગ્યા હોય ત્યાં બેસીને યોગાસન કરવા નહીં. 
4. યોગ દરમિયાન શરીરને હળવું રાખો. કોઈ પણ પ્રકારનો તણાવ ન લેવો કે મગજમાં નકારાત્મક વિચારો લાવવા નહીં. 
5. જો તમે રાત્રે પુરતી ઊંઘ લેતા હોવ તો સવારે યોગ કરવામાં સરળતા રહેશે અને વધુ ફાયદો પણ થશે. 
6. યોગાસન કરતા સમયે પેટ ખાલી હોવું જરૂરી છે. આથી સવારે જાગ્યા પછી સૌથી પહેલા ફ્રેશ થઈ જાઓ અને પછી જ યોગાસન કરો. 


Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો 


શું ન કરવું? 
1. યોગાસન કર્યા પછી હાર્ડ ફિઝિકલ એક્સરસાઈઝ કરવી નહીં. 
2. જો તમારી તબિયત સારી લાગતી ન હોય તો યોગાસન કરવા નહીં. 
3. યોગાસન કર્યાના તરત પછી સ્માર્ટફોન સહિત ઈલેક્ટ્રિકલ ગેઝેટનો ઉપયોગ કરવો નહીં. 
4. યોગાસન કર્યા પછી દારૂ કે સિગારેટ કે તમાકુનું સેવન કરવું નહીં. 


International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ 


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત 
21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા-જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. 


21 જુન, 2015ના રોજ સમગ્ર વિશ્વમાં અંદાજે 200 મિલિયન લોકોએ જુદા-જુદા સ્થળોએ યોગાસનો કર્યો હતા. અમેરિકામાં જ 20 મિલિયન લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સાથે જ સમગ્ર વિસ્વના લોકોમાં યોગ પ્રત્યે એક નવો ઉત્સાહ જાગ્યો હતો અને તેઓ યોગાસનની મદદથી શરીરને તંદુરસ્ત રાખવા આગળ આવ્યા હતા. 


Yoga Day 2019 : યોગના 7 આસન જે તમને રાખશે હંમેશાં યુવાન, ચહેરાની ચમક જોઈ લોકો થશે ચકિત


વર્ષ 2019ની થીમઃ Climate Action
વર્ષ 2019ના યોગ દિવસની થીમ 'Yoga for Climate Action' રાખવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સામે ખતરો પેદા થઈ ગયો છે. કુદરતી સંસાધનોનો નાશ થઈ રહ્યો છે અને તેના પરિણામે સમગ્ર વિશ્વ પર જળવાયુ પરિવર્તનનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તનના કારણે અનેક દેશોમાં ઋતુચક્રમાં પરિવર્તન આવ્યું છે તો વિશ્વના તાપમાનમાં પણ વધારો થયો છે. ગ્લેશિયરો ઓગળવા લાગ્યા છે. આથી, આ તમામ બાબતો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'પર્યાવરણ પ્રત્યે જાગૃતિ' રાખવામાં આવી છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....