PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ આ દરમિયાન યોગના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યોગ વિશ્વમાં શાંતિ લાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મૈસૂર જેમ ભારતના આધ્યાત્મિક કેન્દ્રોએ જે યોગ ઉર્જાને સદીઓથી પોષિત કરી, આજે તે યોગ ઉર્જા વિશ્વ સ્વાસ્થ્યને દિશા આપી રહ્યું છે. આજે યોગ વૈશ્વિક સહયોગ પારસ્પરિક આધાર બનેલો છે. આજે યોગ માનવ માત્રને નિરોગ જીવનો વિશ્વાસ આપી રહ્યો છે. 


દુનિયામાં શાંતિ લાવે છે યોગ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે #YogaForHumanity. હું આ થીમ દ્રારા યોગના આ સંદેશને માનવતા સુધી પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને તમામ દેશોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube