લખનઉ: દુનિયાભરમાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય  યોગ દિવસના અવસરે આજે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના રાજભવનમાં રાજ્યપાલ રામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી ડો.દિનેશ શર્મા, અને અન્ય મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રદેશના ડીજીપી ઓમ પ્રકાશ સિંહ તથા લખનઉના મેયર સંયુક્તા ભાટિયા સહિત હજારો લોકોએ યોગ અભ્યાસ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ દિવસની લાઈવ અપડેટ્સ માટે કરો ક્લિક...


આ અવસરે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે વાસ્તવમાં આપણી ઋષિ પરંપરા જ આપણને આગળ વધારી શકે છે અને યોગ આપણી ઋષિ પરંપરાનું એક અભિન્ન અંગ છે. મનુષ્ય જીવન યોગ માટે બન્યું છે, રોગ માટે નહીં. તેમણે કહ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઋષિ  પરંપરાના પ્રસાદના લોકો સુધી પહોંચાડવાનું અને ભારતીય સંસ્કૃતિ તથા આસ્થાને વૈશ્વિક મંચો પર એક નવી ઓળખ અપાવવાનું કામ કર્યું છે. હું આ બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. 


યોગ અનુશાસન અને સમર્પણ છે, જેનું પાલન જીવનભર કરવાનું હોય છે: PM મોદી 


આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આજે પાટનગરમાં રાજભવન સહિત 11 પસંદગીના પાર્કોમાં યોગ શિબિરનું આયોજન  કરાયું હતું. યોગ દિવસનું મુખ્ય આયોજન રાજભવન પરિસરની સાથે જ પરિવર્તન ચોક નજીક બેગમ હજરત મહેલ પાર્ક, ડાલીગંજ પુલની નજીક બુદ્ધા પાર્ક, બડા ઈમામવાડા નજીક નીબુ પાર્કી, કૈસરબાગ બારાદરી નજીક રાજારામ પાલ પાર્ક, સેક્ટર દસ ઈન્દિરા નગર સ્થિત ડો.બંધુ પાર્ક, રેસીડેન્સી નજીક કારગિલ શહીદ પાર્ક, અમીનાબાદના ઝંડેવાલા પાર્ક, ગોમતીનગરના રામ મનોહર લોહિયા પાર્ક, જનેશ્વર મિશ્રા પાર્ક, તથા ગ્રીન પાર્ક વિપુલ ખંડમાં થયું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...