ડૉ.સુભાષ ચંદ્રાએ કહ્યું- ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ સમાપ્ત થઈ રહ્યું છે, હવે વ્યાવસાયીકરણ હાવી
રાજ્યસભા સાંસદ ડોક્ટર સુભાષ ચંદ્રા (Doctor Subhash Chandra) એ કહ્યુ કે, દેશમાં સંશોધાનાત્મક જર્નાલિઝમ (Investigative Journalism) ખતમ થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ ડોક્ટર સુભાષ ચંદ્રા (Doctor Subhash Chandra) એ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ (Investigative Journalism) ના ખતમ થઈ રહેલા ચલણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંશોધાનત્મક પત્રકારોની ક્ષમતા પણ ઓછી થઈ રહી છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમથી ઘણા મામલા ઉજાગર થતા હતા, પરંતુ હવે વ્યાવસાયીકરણ વધી રહ્યું છે. ઝી મીડિયા ગ્રુપ જેવી સંસ્થાને ઉભી કરનાર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કહ્યુ કે, ઝી ન્યૂઝ (Zee News) એ સંશોધાનાત્મક પત્રકારત્વના પરિક્ષણ માટે નવા પત્રકારોને ઈંગ્લેન્ડ સુધી મોકલ્યા અને પછી ઝી ન્યૂઝનું 24 કલાક પ્રસારણ શરૂ થયું હતું.
હકીકતમાં ડો. સુભાષ ચંદ્રા હરિયાણામાં પોતાના વતન સિરસા પહોંચ્યા હતા. સિરસા તે જગ્યા છે જ્યાંથી ડો. સુભાષ ચંદ્રાએ આઈટીઆઈ સુધીનું શિક્ષણ મેળવ્યુ હતું. મુંબઈથી એસ્સેલ ગ્રુપની શરૂઆત કરી. પછી મનોરંજન અને મીડિયામાં એક અલગ મુકામ બનાવ્યો છે. પ્રસિદ્ધ સમાજસેવી નંદ કિશોર ગોયનકાના સૌથી મોટા પુત્ર ડો. સુભાષ ચંદ્રાએ મીડિયા અને મનોરંજન જગતની સાથે રાજનીતિમાં પણ હાથ અજમાવ્યો અને રાજ્યસભા સાંસદ બન્યા.
આ પણ વાંચોઃ પ્રથમ દિવસે 40 લાખથી વધુ કિશોરોને આપવામાં આવી રસી, પીએમ મોદીએ કરી અપીલ
સિસરા પહોંચેલા ડો. સુભાષ ચંદ્રાએ પત્રકારો સાથે વાત કરતા ચૂંટણી લડવા અને રાજનીતિમાં પોતાના ભવિષ્યને લઈને કહ્યુ કે, જેવો સમય અને પરિસ્થિતિઓ હશે, તેમ કરવામાં આવશે. ડો. ચંદ્રાએ કહ્યુ કે, રાજ્યસભા સાંસદ તરીકે સાંસદ નિધિના પૈસાનો પૂરો ઉપયોગ કર્યો. ઓછામાં ઓછા 18 કરોડ રૂપિયા ખાનગી ભંડોળથી પણ લગાવ્યા છે. પાંચ ગામને દત્તક લીધા, જેની તસવીર બદલાય છે. ડો. ચંદ્રાએ કહ્યુ કે, આ ગામોને ખેતી અને કિચન ગાર્ડન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમાં ખુબ સફળતા મળી છે. ત્યાં સુધી કે ગામોના 20 યુવા રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ચુક્યા છે.
હરિયાણવી ફિલ્મોને લઈને ડો. સુભાષ ચંદ્રાએ કહ્યુ કે, હરિયાણવી ફિલ્મો વધુ આગળ વધી નહીં અને ન આ ફિલ્મો માટે પ્રતિભાઓ સામે આવી. હરિયાણામાં સારી ફિલ્મો બને, તે માટે સહયોગ કરીશું. તેમણે કહ્યુ કે, એક સમયે મરાઠી ફિલ્મોની પણ આવી સ્થિતિ હતી. તે સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે અમારી ચેનલ ઝી ન્યૂઝ પર આવી સહયોગની અપીલ કરી હતી. તેની અસર થઈ. હવે મરાઠીમાં દર વર્ષે 25થી 30 ફિલ્મો જરૂર બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube