INX મીડિયા: ચિદમ્બરમની જામીન અરજી પર હાઈ કોર્ટે CBIને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો
INX મીડિયા હેરાફેરી કેસ સંલગ્ન સીબીઆઈ કેસમાં આજે કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ.
નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી કેસ સંલગ્ન સીબીઆઈ કેસમાં આજે કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. પી.ચિદમ્બરમની નિયમિત જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
અત્રે જણાવવાનું કે ચિદમ્બરમે હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી છે. આ સાથે જ જ્યુડિશિયલ કસ્ટડીને પણ પડકારી છે. હકીકતમાં રાઉઝ એવન્યુ કોર્ટે ચિદમ્બરમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલ મોકલ્યા હતાં. ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર ખતમ થઈ રહી છે. આ અગાઉ સીબીઆઈ રિમાન્ડને પડકારનારી અરજી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી હતી.
જુઓ LIVE TV